test
કારખાના-બાંધકામો બંધ ત્યારે મજુરોને ત્યાં રાખો,હવે ખોલવા છૂટ તો મજુરોને જવા દો!

બિલ્ડરો, કારખાનેદારોએ મજુરોને કામ વગર રાખ્યા, જમાડયા, સાચવ્યા અને હવે કામ શરુ કરવા મંજુરી આપી તો જવા દેવાના

હરેશ પવાર
દેશમાં એક તરફ ઉદ્યોગો, બાંધકામ સાઈટને શરતોને આધીન શરુ કરવા માટે કેન્દ્ર-રાજ્ય સરકારે છૂટછાટો આપી અને તેની સાથે બીજી તરફ આ બાંધકામ, કારખાના શરુ કરવા માટે જેમની જરૂર છે અને જેમને દોઢેક માસથી માંડ માંડ સાચવ્યા છે તે મજુરોને હવે કામકાજના સ્થળેથી દૂર દૂર વતનમાં જવાની પણ મોદી સરકારે છૂટ આપી દેતા વિરોધ વંટોળ જાગ્યો છે. કેટલાક બુદ્ધિજીવી લોકો માને છે કે આ નિર્ણયને અયોગ્ય છે મહામુસીબતે સમજાવીને, રહેવા જમવા વગેરે પાછળ મોટો ખર્ચ કરીને કારખાનાઓ પર મજુરોને માંડ સાચવ્યા છે. હવે જ્યારે સરકારે કારખાનામાં કામ કરવાની છૂટ આપી છે ત્યારે આ મજુરોને કારખાના છોડીને વતન, પરપ્રાંતમાં જવાની છૂટ આપવી  કેટલી વાજબી છે?  હવે રાજ્ય સરકારે બાંધકામ સાઈટ્સ અને કારખાનાઓ શરુ કરવા છૂટ આપી અને અત્યાર સુધી નવરાં બેઠેલા મજુરો પાસેથી કામ લેવાનો સમય આવ્યો ત્યાં કેન્દ્ર સરકારે કહ્યું- હવે મજુરો સાઈટ છોડીને વતન જઈ શકશે! આનાથી બિલ્ડરોની પણ કફોડી સ્થિતિ સર્જાઈ છે. સિહોર અને જિલ્લામાં કારખાના, બાંધકામ સાઈટ્સ વગેરેમાં પરપ્રાંતના જેટલા મજુરો છે અને જિલ્લામાં આવા મજુરોની સંખ્યા હજારોની છે.
કેન્દ્રના આ નિર્ણયથી વહીવટીતંત્રમાં પણ વિરોધાભાસ સર્જાયો હતો. એક તરફ સપ્તાહથી કલેક્ટર તંત્ર પાસે બાંધકામ સાઈટ,  કારખાનેદારો વગેરે કામકાજ શરુ કરવાની મંજુરી માંગી રહ્યા છે અને બીજી તરફ હવે કેન્દ્રના ઉપરોક્ત નિર્ણયોથી ઉપરોક્ત કામકાજ નહીં કરીને વતનમાં જવા મજુરો પણ મંજુરી માંગી રહ્યા છે. બન્ને મંજુરી અપાય કઈ રીતે?
વળી, પરપ્રાંતીય શ્રમિકો દૂર દૂરના રાજ્યોમાંથી ગુજરાતમાં રોજીરોટી માટે આવતા હોય છે અને ત્યાં ગયા પછી ક્વોરન્ટાઈનમાં રહેવું, આવવા જવાનો, રોકાવાનો સમય વગેરે ગણતા એકાદ-દોઢ માસ તે પરત ફરી શકે નહીં અને તેના પગલે કારખાનાઓ કે બાંધકામ ઉદ્યોગને સરકારે મંજુરી શરુ કરવા આપી હોય તેઓ માટે તે મંજુરીનો કોઈ અર્થ જ ન રહે. 
Reviewed by ShankhnadNews on 20:40 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.