test
સિહોર પંથકમાં મે માસના પ્રારંભ સાથે કાળઝાળ ગરમીનો અનુભવ

બે દિવસથી સૂર્યનારાયણનો આકરો પ્રકોપ, લોકો ત્રાહિમામ, આકરી ગરમીએ લોકોના હાજા ગગડાવી દીધા

દેવરાજ બુધેલીયા
સિહોર શહેર સહિત જિલ્લાભરમાં કાળઝાળ ગરમીમાં શેકાયા છે જેને લઈ સામાન્ય જનજીવન ઉપર અસર વર્તાઈ રહી છે. આગામી સપ્તાહ દરમ્યાન તાપમાનનો પારો હજી ઉંચે જશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. આગામી દિવસોમાં ધીમે-ધીમે મહત્તમ તાપમાનનો પારો ઉંચે શકે તેવી શકયતાઓ વર્તાઈ રહી છે સમગ્ર પંથકમાં કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. અંગ દઝાડતી ગરમીના કારણે બપોરના સુમારે જાહેર માર્ગો સુમસામ ભાસી રહ્યા છે. તેમાં પણ લોકડાઉનને લઈ બપોરના સુમારે માર્ગો સુમસામ ભાસી રહ્યા છે. જો કે અગત્યના કામકાજથી બહાર નીકળતા લોકોને ફરજિયાત ટોપી, ચશ્મા તેમજ શરીર ઢંકાય તેવા વસ્ત્રો ધારણ કરવાની ફરજ પડી રહી છે. હજી પારો ઉંચે જશે અને સિહોરસીઓએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે
Reviewed by ShankhnadNews on 20:44 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.