test
ઢસાના વિકળીયા ગામે દલિત યુવકને માર મારવાનો મામલો ડીઆઈજી સુધી પોહચ્યો

ફરિયાદ લેવામાં ન આવે તો દલિત સમાજના લોકો ઘરે ઘરે ઉપવાસ કરવાની માવજી સરવૈયાની ચીમકી

વિશાલ સાગઠીયા
ઢસાના વિકળીયા ગામે થોડા દિવસ પહેલા લોકડાઉન જાહેરનામાં ભંગની ફરિયાદ વિકળીયાના દલિત સમાજના યુવાનો પર થયેલ હતી તેમાં ઢસા પોલીસ દ્વારા ઢસા પોલીસ સ્ટેશન ખાતે આ યુવાનોને લઈ જઇ પીઠના ભાગે પોલીસ દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હોય તેવું આ ભોગ બનનાર યુવાનો દ્વારા કહેવામાં આવી રહ્યું છે જેને લઈને દલિત સમાજના આગેવાનો,સંગઠનો ના પ્રમુખ વિકળીયા ખાતે દોડી ગયા હતા અને આ ભોગ બનનાર ના પરિવાર ને સાત્વના આપવામાં આવી હતી અને જે પોલીસ દ્વારા યુવાનોને ઢોરમાર મારવામાં આવ્યો છે તેના પર કાયદેસરના પગલા લેવા માટે બોટાદ એસપી સાહેબને લેખિત અરજી પણ કરવામાં આવી છે.

દલિત સમાજના આગેવાનો અને ભોગ બનનાર ના પરિવારજનો દ્વારા આ ઢોરમાર મારનાર પોલીસ અધિકારીઓ પર ફરિયાદ દાખલ કરી કડક પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે જેમાં આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના માવજીભાઈ સરવૈયા,નવસર્જન ટ્રસ્ટના અરવિંદભાઈ મકવાણા સહિતના આગેવાનો દ્વારા એસ.પી.ને લેખિતમાં  અરજી આપવામાં આવી હતી અને આ દલિત પરીવારને ન્યાય મળે તેવી જણાવ્યું હતું સાથે પોલીસ સામે ફરિયાદની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે જોકે આ અંગે દલિત આગેવાન માવજી સરવૈયાએ જણાવ્યું હતું કે જો ફરિયાદ લેવામાં નહિ આવે તો દલિત સમાજ ઘરે ઘરે ઉપવાસ આંદોલન કરશે જ્યારે સમગ્ર મામલો ડીઆઈજી સુધી પોહચ્યો છે ત્યારે ઢસાના વિકળિયા ગામની ઘટના પેચીદી બની છે
Reviewed by ShankhnadNews on 20:32 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.