મહામારીમાં સિહોર જૈન સમાજ દ્વારા મુંગા પશુઓની અનોખી સેવા
મૂંગા માલઢોર માટે ઘાસચારો તેમજ કુતરાઓ માટે દૂધ અને રોટલાની વ્યવસ્થા કરવામાં આવે છે
દેવરાજ બુધેલીયા
કોરોનાની આ કટોકટીના કાળમાં માનવી સહિત પશુઓની સ્થિતિ કફોડી બની છે. સામાન્ય રીતે માનવી સાથે સહજીવન જીવતાં પશુ-પ્રાણીઓનો જીવન નિર્વાહ ચાલી જતો હતો, પરંતુ લોકડાઉનમાં આવા પ્રાણી-પશુઓને પૂરતો આહાર મળે છે કે કેમ તે પણ કહેવું મુશ્કેલ છે. માનવી માટેની કપરો આ સમય પશુ-પ્રાણીઓ માટે મુશ્કેલી લઈને આવ્યો છે. આ સ્થિતિમાં સિહોર જૈન સમાજ દ્વારા એક ઉમદા કાર્ય હાથ ધર્યું છે. જૈન સમાજ દ્વારા મૂંગા પશુઓને લીલો ચારો પૂરો પાડાઈ રહ્યો છે. અને રસ્તે રઝળતા કુતરાઓ માટે દૂધ અને રોટલાઓની વ્યવસ્થા કરવામાં આવી છે સમાજના યુવાનો અનેક વિસ્તારોમાં ફરીને આ સેવાયજ્ઞ કરી રહ્યા છે કોરોનાનો આ સમય આપણા સૌ માટે પડકારભર્યો છે, ત્યારે તેમાંથી કેટલીક સારી બાબત પણ નીપજી રહી છે લોકડાઉનમાં શરૂ થયું ત્યારથી જૈન સમાજ દ્વારા ગરીબો માટે રસોડું પણ શરૂ કરાયું છે જેમાં ઘરે ઘરે જઈને ગરીબો અને જરૂરિયાત મંદોને જમાડે છે, હાલ ભારત આ મહામારી સામે એક માનવીય અભિગમ સાથે લડી રહ્યો છે તે એક ઉમદા બાબત છે

No comments: