સિહોરના રેલવે કર્મચારીઓ ચલાવી રહ્યા છે રાહત રસોડું
બ્રિજેશ ગૌસ્વામી
કોવિડ - ૧૯ મહામારીમાં દેશમાં ફરી ત્રીજા લોકડાઉનની જાહેરાત સરકાર દ્વારા કરી દેવામાં આવી છે. આવા સમયમાં ધંધા રોજગાર ઉપર તો ધૂળના થર જામી ગયા છે. લોકડાઉન ને લઈને ગરીબ વર્ગ માટે એક ટંકનું જમવાનું પુરી પાડતી સંસ્થાઓ પણ હવે વેન્ટિલેટર ઉપર પણ આવી જાય તેવું લાગી રહ્યું છે. ત્યારે સિહોરમાં રેલવેના કર્મચારીઓ દ્વારા પણ રાહત રસોડું શરૂ કરવામાં આવ્યું છે. રેલવેના અધિકારીઓ અને રેલવે જી.આર.પી સ્ટાફ દ્વારા હરરોજ એક ટંકનું આશરે ૩૦૦ માણસનું ભોજન તૈયાર કરવામાં આવે છે અને નિરાધાર લોકોને જમાવનું પહોચાડવા આવે છે. રેલવેના સેવા આપતા કર્મચારીઓ સરકારની કોરોના વાયરસની સાવચેતી ની ગાઈડલાઈનમાં રહીને સેવા કાર્ય કરી રહ્યા છે તે અન્ય સેવા આપતી સંસ્થાઓ માટે ઉત્તમ ઉદાહરણ છે.

No comments: