સિહોર તાલુકાના સરવેડીના આરોગ્ય કર્મચારી દ્વારા ભાવનગર જિલ્લા પંચાયતમાં સેલ્ફ સેનેટાઈઝર મુકાયું
હરેશ પવાર
વૈશ્વિક કોરોના મહામારીને લઈને લોકો દ્વારા વિવિધ રીતે સરકારને મદદ માટે આગળ આવી રહ્યા છે. સિહોરના સણોસરા સરવેડી ગામના આરોગ્ય કર્મચારી હિંમતભાઈ ખીમાણી દ્વારા સણોસરા આરોગ્ય કેન્દ્રમાં પોતાના જાતે બનાવેલ સેલ્ફ સેનેતાઈઝર સ્ટેન્ડ દર્દીઓ માટે અર્પણ કર્યું હતું. આ વાત જિલ્લા વિકાસ અધિકારી શ્રી બરનવાલ ના ધ્યાને આવતા તેમને નોંધ લઈને તેમને આવું સ્ટેન્ડ જિલ્લા પંચાયતમાં મુકવા માટે પણ જણાવ્યું હતું. જેને લઈને આજે જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરુણ બરનવાલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.કે.તાવીયાડ, જિલ્લા મેલેરિયા અધિકારી ડો.બી.પી.બોરીચાની ઉપસ્થિતિમાં આરોગ્ય કર્મચારી હિમતભાઈ દ્વારા મુકવામાં આવ્યું હતું. કર્મચારીના પ્રેરણાદાયી કાર્યને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બિરદાવામાં આવ્યું હતું અને પ્રોસત્સાહન પૂરું પાડ્યું હતું. સિહોર આરોગ્ય ટિમ દ્વારા કર્મચારીના કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા.

No comments: