test
સિહોરમાં સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા દ્રશ્યો સામે આવ્યા 

જો હજુ પણ નહીં જાગોતો કોરોના સંક્રમણ હવાની જેમ શહેરમાં ફરી વળશે 

દેવરાજ બુધેલીયા
રાજ્યમાં કોરોના મહામારીનો છેલ્લો તબક્કો પૂરા થવા ઉપર છે. સરકાર દ્વારા સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા ઉપર ભાર મૂકીને લોકોને સમજાવી રહ્યા છે. પંરતુ લોકોને સમજણ પડતી નથી કે પછી કોરોનાનો ડર જ નથી તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. બીજી તરફ જે દુકાનમાં ખોલવા માટે મંજૂરી છે તે માલિકોને પણ માત્ર પોતાના ધંધામાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે. સિહોરમાં સોશ્યલ ડિસ્ટન્સના જાહેરમાં ધજાગર ઉડાડી દેવામાં આવ્યા છે. સવારના સમયે લોકોની સગવડતા સાચવા શરતો સાથે કરીયાણા ની દુકાનો અને મેડિકલો શરૂ રાખવામાં આવી છે. પરંતુ અહીંના ભયાનક દ્રશ્યો જોતા થઈ જાય છે કે જો પ્રજા નહિ સમજે તો આ સંક્રમણ હવાની માફક શહેરમાં ફરી વળશે તો નવાઈ નહિ. પ્રશાશન દ્વારા પણ વેપારીઓને અનેક વખત સમજાવામાં આવ્યા છે છતાં વેપારીઓને લેશ માત્ર ગંભીરતા છે નહીં. આવી ગંભીર બેદરકારી જ કોરોના સંક્રમણ ને ફેલાવા માટે હવા આપી રહી છે. વેપારીઓ અને પ્રજા બંનેએ ગંભીરતા રાખવી જરૂરી છે કેમ કે પ્રશાશન પણ રોજે રોજ તમને ટોકવા નહિ આવે અને એક એક દુકાન ઉપર પોલીસ પોઇન્ટ મુકાય તેવી શકયતા પણ નથી માટે આપણે જ જાગવું પડશે.
Reviewed by ShankhnadNews on 20:03 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.