test
અંતે તમે આઠમું પગલું આકાશમાં મૂકી જ દીધું 

"સાત પગલાં.." માં બ્રહ્માંડ માપી લેતાના સર્જક કુંદનીકા કાપડિયા ની ચીર વિદાય 

દર્શન જોશી
ગુજરાતી સાહિત્ય જગતનો ઝળહળતો દીપ આજે અચાનક જ બુઝી ગયો. મૂળ સુરેન્દ્રનગર લીંબડીના અને મકરંદ દવે સાથે સપ્તપ્તિના સાત ડગલાં ભરી લગ્નગ્રંથિમાં બંધાયેલ કુંદનીકા કાપડિયાનું (સ્નેહધન) મોડી રાત્રે વલસાડ ખાતે આવેલ નંદીગ્રામ ખાતે ૯૩ વર્ષની વયે દુઃખદ અવસાન થઈ જતા ગુજરાતી સાહિત્ય જગતમાં શોકનું મોજું ફરી વળી ગયું હતું. સ્ત્રીની વેદના અને સંવેદનાને ઉજાગર કરી દેતી નવલકથા "સાત પગલાં આકાશમાં" એક સફળ નવલકથા સાહિત્ય જગતને આપી હતી. નવલકથાકાર, વાર્તા લેખિકા, કવિયત્રી અને નિબંધકાર તરીકે તેમને સાહિત્ય ક્ષેત્રમાં મોટી નામના મેળવી હતી. તેમને કોલેજનો અભ્યાસ ભાવનગર ની શામળદાસ કોલેજ ખાતે પૂર્ણ કરેલ એટલે ભાવનગર સાથે પણ તેઓ જોડાયેલા હતા. પત્રકાર જગત સાથે પણ તેઓ સંકળાયેલા હતા. સંપાદક તરીકે તેમની પકડ ખૂબ જ મજબૂત હતી. નવનીત સમર્પણ નું તેમને સતત વિસ વર્ષ સુધી સંપાદન કર્યું હતું. સાહિત્ય ક્ષેત્રમાં અને ખાસ કરીને સ્ત્રીઓની લાગણીઓ માટે તેમને ખૂબ મોટું યોગદાન આપ્યું છે. અનેક પુસ્તકો તેમને વાંચકો ને આપ્યા જે જીવન પર્યપ્ત સુધી તેમની યાદ તાજી કરાવતા રહે.સાહિત્ય એકેડમીક એવોર્ડ સહીતના અનેક પુરસ્કારથી તેમને સન્માનીત કરવામાં આવ્યા હતા. સાહિત્ય જગતને આજે એક ઉત્તમ અને ઉમદા લેખિકાની ખોટ પડી ગઈ છે. તેમના શબ્દો તેમના વિચારો પુસ્તક રૂપે સદાય લોકોની સાથે જોડાયેલા રહેશે તેમાં ના નહિ..અનેક મહાનુભવોએ શ્રદ્ધાજલી પાઠવી છે
Reviewed by ShankhnadNews on 19:57 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.