સિહોર પોલીસ દ્વારા માઇક પર બોલી ઘરે રહેવા સૂચના, પોલીસ દ્વારા જાગૃતિ માટે નવતર પ્રયોગ
સિહોરમાં પોલીસ કડક બની :સવારથી વાહનોનું સઘન ચેકીંગ : વિના કારણે રસ્તા પર નીકળેલા વાહનચાલકો સામે કાનુની પગલા
હરેશ પવાર
હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય સિહોર પોલીસના અધિકારી પીઆઇ કેડી ગોહિલ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોય ત્યારે કાયદાનું પાલન કરાવવા અને કાર્યવાહી કરવા આદેશ કર્યા બાદ માઈકથી બોલીને ઘરે રહેવા પોલીસ દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે ઉપરાંત લોકોને ઘરની બહાર નીકળતા અટકાવવા માટે લોકોને જાગૃતિ લાવવા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે. પરંતુ અમુક વિસ્તારોમાં પોલીસ દ્વારા ઘરમાં જ રહેવા અવાર નવાર સુચનાઓ આપવા છતાં અમુક ઈસમો વિસ્તારમાં ભેગા થઈને બેસતા હોવાની તથા પોતાના માતા પિતા કે વાલીઓનું પણ માનતા નહીં હોવાની અને લોકડાઉનનું ઉલ્લંઘન કરતા હોવાની માહિતી પોલીસને મળતા પોલીસ દ્વારા તે વિસ્તારોમાં કડક વલણ અપનાવ્યું છે તેમજ પોલીસની મોબાઈલ વાનમાં લોકોને માઈકમાં સમજાવીને પોલીસ દ્વારા લોકોમાં જાગૃતિ માટે નવતર પ્રયોગ શરૂ કર્યો છે.
જ્યારે લોકડાઉન પીરીયડના દિવસો વિતતા જાય છે તેમ તેમ લોકો નિયમોનો ઉલાળીયો કરી રહેલા નજરે પડે છે. છેલ્લા બે - ત્રણ દિવસથી સિહોરના રાજમાર્ગો ઉપર રાહદારીઓ પાબંધીઓનું ઉલ્લંઘન કરી રહ્યા હોવાનું તારણ નીકળતા આજે સવારથી જ પોલીસ અધિકારી અને સ્ટાફનો મોટો કાફલો જુદા જુદા વિસ્તારોમાં નીકળીને લાલ આંખ કરી હતી લોકડાઉનનું કડકપણે પાલન કરાવ્યુ હતું. પોલીસ દ્વારા વાહન ચેકીંગ પણ સઘન બનાવ્યું છે રસ્તા પર વાહનો સાથે નીકળેલા લોકોને અટકાવી બહાર કયાં કારણોસર નીકળ્યા છે તે અંગેના ખુલાસા પુછી યોગ્ય પુરાવાઓ પોલીસે માગ્યા હતા. આ પૈકીના કેટલાક લોકો અનિવાર્ય કારણોસર તો કેટલાક લોકો વિના કારણે ઘરથી બહાર નીકળ્યાનું બહાર આવ્યુ હતું. યોગ્ય કારણ વગર પાબંધી તોડનારા અસંખ્ય વાહનચાલકો સામે જાહેરનામાના ભંગ બદલ કાનુની પગલા લેવાયા છે

Reviewed by ShankhnadNews
on
20:40
Rating:

No comments: