બિલ્ડર એસોસિએશન દ્વારા કોરોનાની લડતમાં ૧૧ લાખ રૂપિયાનું અનુદાન
મિલન કુવાડિયા
કોરોના સામેની લડતમાં દેશના ભામાશાઓ આગળ આવીને મન મુકીને અનુદાન આપી રહ્યા છે. એક તરફ સરકારી કર્મચારીઓ અને સેવા સંસ્થાઓ પોતાની ફરજ ઉપર રહીને કોરોના ને માત દઈ રહ્યા છે તો બીજી તરફ પ્રધાનમંત્રી રાહતફંડ અને મુખ્યમંત્રી રાહતફંડમાં શ્રીકાર વર્ષા દાનની આવી રહી છે. સિહોર સહિત ભાવનગર જિલ્લાની અનેક કંપનીઓ અને પેઢીઓ દ્વારા અનુદાન કરવામાં આવ્યું છે. ત્યારે ભાવનગર બિલ્ડર્સ એસોસિએશન ટ્રસ્ટ (ક્રેડાઈ) દ્વારા અંકે ૯ લાખ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં અને ૨ લાખ રૂપિયા ભાવનગર શહેરના જરૂરિયાત મંદ લોકોને કીટ વિતરણ કરવાં માટે થઈને કલેકટરશ્રી ભાવનગરને અપર્ણ કરવામાં આવ્યા હતા. કુલ ૧૧ લાખ રૂપિયાનું અનુદાન ક્રેડાઇ- ભાવનગર બિલ્ડર એસોસિએશન દ્વારા આપવામાં આવ્યું હતું.

Reviewed by ShankhnadNews
on
20:45
Rating:

No comments: