test
સિહોરમાં રેશન કાર્ડ વિનાના પરપ્રાંતીય ૮૦૦ જેટલા લોકોને વિના મૂલ્યે અનાજ વિતરણ શરૂ

ચાર ટિમો દ્વારા હાથ ધરેલી સર્વેની કામગીરીમાં મોટાભાગનો સર્વે પૂર્ણ, ૭ રેશનશોપો માંથી વિતરણ શરૂ

હરીશ પવાર
સમગ્ર વિશ્વ બાદ ભારત દેશમાં પણ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૧ દિવસ માટે દેશ માં લોકડાઉન જાહેર કર્યું છે. જો કે લોકડાઉનમાં જે લોકો રોજ કમાઈને રોજ ખાઈ રહ્યા છે. તેવા પરિવારને કોઈ તકલીફના પડે તે માટે અગાઉ સરકાર દ્વારા રેશનિંગનું દુકાનો પણ બી પી એલ કાર્ડ ધારકોને મફતમાં અનાજ આપવાનુ નક્કી કર્યું છે અને રાજ્યમાં વસતા પરપ્રાંતીય લોકોને અનાજ આપવાનુ શરૂ કર્યું છે આજથી સિહોરમાં ૭ રેશનિંગની દુકાનોમાં અનાજનું વિતરણ શરૂ કરાયું છે જેઓની પાસે રેશનકાર્ડ નથી, જેઓ  પરપ્રાંતિય મજૂરો છે, રોજગાર-ધંધા બંધ છે તેના કારણે આવકનું કોઇ સાધન નથી. તેવા લાભાર્થીઓને હવે શોધીને તેઓને પણ અન્નબ્રહ્મ યોજના હેઠળ મફત અનાજ વિતરણ કરવાની કામગીરી સર્વે બાદ આજથી આ વિતરણની શરૂઆત કરવામાં આવી છે અને ૮૦૦ જેટલા લોકોને આનો લાભ મળશે આ બે દિવસમાં આ કામગીરી પણ પૂર્ણ કરી દેવાનું આયોજન હોવાનું જાણવા મળે છે. શહેરી વિસ્તારમાં ૪ ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઇ હતી. લોકડાઉનના કારણે સિહોર સાથે રાજ્યમાં ગરીબ અને મધ્યમવર્ગની હાલત કફોડી બની ગઇ છે. ત્યારે અહીં ઘઉં ચોખા દાળ ખાંડ મીઠું વ્યક્તિ દીઠ આપવામાં આવશે
Reviewed by ShankhnadNews on 20:34 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.