તળાજામાં અવિરત સળગી રહી છે માનવતાની મશાલ
કોરોનાના કહેરમાં 'અન્નદાન મહાદાન'નો મંત્ર : દિવસ-રાત ચાલતું સેવા યજ્ઞ, જરૂરતમંદોને બંન્ને સમય પહોંચાડાય છે ભરપેટ ભોજન
સલીમ બરફવાળા
કોરોના મહામારીમાં બહાર ન નિકળી શકતા જરૂરત મંદો, વૃધ્ધો, નિરાધારો, શ્રમિકોને બન્ને સમય ભરપેટ ભોજન મળી રહે તે માટે સેવાભાવીઓ અન્નદાન - મહાદાનનો મંત્ર ગાંઠે બાંધીને દિવસ - રાત જોયા વિના બસ સેવાભાવનાથી કામગીરી કરી રહ્યાં છે. ઠેર-ઠેર રસોડા ધમધમી રહ્યાં છે. બીજી બાજુ રાહતફંડમાં પણ લોકો, દાતાઓ ધનરાસી ઠાલવીને સહયોગ આપી રહ્યાં છે. સમગ્ર વિશ્વ વ્યાપી કોરોના વાયરસની પરિસ્થિતિ વચ્ચે આજે સમગ્ર ભારત દેશમાં દેશ વ્યાપી 21 દિવસ નું લોકડાઉન છે ત્યારે ગરીબોના ભોજન ખુબ અગવડતા ઉભી થઇ છે ત્યારે ઐતિહાસિક તાલધ્વજ નગરી તળાજા ખાતે તળાજાની આરાધ્યા વિદ્યાસંકુલ અને રાજભોગ હોટલના વૈભવ જોષી અને દેવાયત આહીર દ્વારા તમામ ઝુંપડપટ્ટી વિસ્તારના ૧૦૦૦ ગરીબ લોકોને સતત ૧૦ દિવસ થી ભોજનનું વિતરણ કરી તળાજા શહેર દ્વારા સમગ્ર ભાવનગર જિલ્લામાં માનવતાની મિશાલનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પડ્યું છે.
સતત ૨૧ દિવસ સુધી અન્નદાન મહાદાનના આ સેવા સંકલ્પના ૧૦ માં દિવસે ભાવનગર જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ લંગાળીયા, શ્રી બટુકભાઈ ધાંધલ્યા, ભુપતભાઈ બારૈયા સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહી આર્થિક યોગદાન સાથે આ સેવાભાવનાને બિરદાવી હતી. આ તકે સતત અવિરત લોકડાઉન પૂર્ણ ન થાય ત્યાં સુધી આ માનવતાનો સેવાયજ્ઞ શરુ રાખવા તેમજ જ્યાં ખાતે ત્યાં આર્થિક તમામ સહકાર આપવાની જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયાએ ખાતરી આપી હતી. આ ભગીરથ કાર્યને તળાજાના સેવાભાવિ આગેવાનો શ્રી પરેશભાઈ જાની, આઈ.કે વાળા, હનીફભાઈ તુર્કી, શિવાભાઈ ગઢવી. એ.બી.મેર, કાળુભાઈ આહીર, આનંદભાઈ રાજદેવ, હિંમતભાઈ ડાભી, લક્કીરાજસિંહ વાળા. જીતેન્દ્રસિંહ વાળા, ગગનભાઈ ભરવાડ, હિરેનભાઈ સોની, નેતલભાઈ શાહ સહીતના આગેવાનો આર્થિક સહયોગ સાથે જહેમત ઉઠાવી રહ્યા છે. આ સેવાયજ્ઞએ સમગ્ર ભાવનગર જિલ્લામાં સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આવનાર સતત 21 દિવસ સુધી ચાલનાર આ સેવાયજ્ઞએ સમાજ જીવનને એક નવી દિશા અને નવો સંદેશ આપ્યો છે. આ સેવાયજ્ઞમાં તળાજાના દરેક લોકોએ આર્થિક સહકાર આપવા સેવાભાવિ યુવાનો દવારા હાંકલ કરવામાં આવી છે.

Reviewed by ShankhnadNews
on
20:49
Rating:

No comments: