જિલ્લાનું સૌ પ્રથમ ઈ-વેચાણ કેન્દ્ર સિહોરના ઈશ્વરિયા ગામ ખાતે શરૂ
લોકડાઉનની સ્થિતિમાં જન સુવિધા કેન્દ્ર દ્વારા વિવિધ આવશ્યક ચીજવસ્તુ ઘેરબેઠા ઉપલબ્ધ
શ્યામ જોશી
પ્રવર્તમાન કોરોના બિમારી અને લોકડાઉન પરિસ્થિતિમાં આવશ્યક ચીજવસ્તુ માટે સરકાર દ્વારા ગોઠવાયેલી વ્યવસ્થા મુજબ જિલ્લાનું સૌ પ્રથમ ઈ-વેચાણ કેન્દ્ર સિહોરના ઈશ્વરિયા ખાતે શરૂ થયું છે. ગામડામાં રહીને જ શહેરની કેટલીક સગવડતા અને સુવિધા સાથે વ્યવસાય અને રોજગાર મળે તે માટે કેન્દ્ર સરકારના સૂચના અને પ્રૌદ્યોગિકી મંત્રાલય દ્વારા વિજાણુ સંચાર પ્રણાલિકા દ્વારા ઈ-વેચાણ કેન્દ્ર શરૂ કરાઇ રહ્યા છે.જે અંતર્ગત જન સુવિધા કેન્દ્ર સિહોર નજીકના ઈશ્વરિયાના સંચાલક શ્રી ઋત્વિજ પંડિત દ્વારા ગ્રાહકને પ્રથમ ખરીદીનું વિતરણ થયું હતું. કોરોના બિમારી લોકડાઉનની પ્રવર્તમાન પરિસ્થિમાં કેન્દ્ર સરકારની આ પ્રકારની ગ્રાહક વેચાણ કેન્દ્ર સુવિધા ચોક્કસપણે લોકો માટે લાભદાયક તેમજ સુવિધાસભર બની રહેશે. ઉલ્લેખનીય છે કે તાલુકા જિલ્લાના અન્ય ગામોમાં પણ ઈ-વેચાણ કેન્દ્રોનો આગામી દિવસોમાં પ્રારંભ થનાર છે.

No comments: