test
નારી ૧૦૮ જવાનોની પ્રામાણિકતાને સલામ,  ટ્રક ચાલકને ૧ લાખની રોકડ પરત કરી

આ લોકડાઉન માં એક લાખ નજર સામે છતાં ૧૦૮ કર્મચારીનું ઇમાન ન ડગ્યું 

દેવરાજ બુધેલીયા
આ લોકડાઉન અને કોરોના મહામારીમાં મોટા ભાગના વર્ગને પૈસાની પણ તંગી સર્જાઈ ગઈ છે. ત્યારે આવા સમયે પણ સરકારી કર્મચારી ની પ્રમાણિકતા જોવા મળતા ગર્વ થઈ આવે આવા કર્મચારીઓ ઉપર. હા વાત કરવી છે નારી ૧૦૮ ઇમરજન્સી સેવામાં ઇ.એમ.ટી અને પાયલોટની પ્રમાણિકતા ની. ભાવનગર-અમદાવાદ હાઈવે આજે બપોરના સુમારે અંદાજિત ત્રણ વાગ્યે અમદાવાદ તરફથી આવ્યા ટ્રક પલટી મારી ગયું ડ્રાઈવરે સ્ટેરીંગ કાબુ ગુમાવી બેઠેલા ટ્રક પલટી મારી ખાબક્યો હતો અંગેની માહિતી તો જાગૃત નાગરિક દ્વારા ૧૦૮ ને કરતા જ નજીકની ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર જો નીકળી ગઈ હતી.

ઘટનાસ્થળ પર પહોંચતા જ ૧૦૮ ના ફરજ પરના કર્મચારી ઇ.મ.ટી જગદીશ બારૈયા અને પાઇલોટ નરેન્દ્ર સિંહ ગોહિલ સ્થળ પર જોતાં માલૂમ પડ્યું કે ડ્રાઇવર ટ્રક ૧૦ ફૂટ નાલામાં અંદર ફસાયેલા હાલતમાં હોય પલભર વિલંબ કર્યા ૧૦૮ ના કર્મચારી દ્વારા ટ્રકમાં સવાર બંને વ્યક્તિઓ ને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યા હતા સાથે ટ્રકની અંદર થી ૧ લાખ રોકડ રકમ મળી આવેલી હતી ૧૦૮ કર્મચારીઓ દ્વારા બંને દર્દીઓને સરકારી હોસ્પિટલ ભાવનગર ખાતે યોગ્ય સારવાર સાથે ખસેડવામાં આવ્યા હતા. અને પરિવારજનોને રોકડ રૂપિયા પરત કરી સમાજ ના પ્રમાણિક નું શ્રેષ્ટ ઉદાહરણ આપ્યું હતું..
Reviewed by ShankhnadNews on 19:34 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.