જાળિયા ગામે વતનપ્રેમી નાગરિક દ્વારા એક હજાર માસ્કનું વિનામૂલ્યે વિતરણ કર્યું
નિલેશ આહીર
ચારે તરફ કોરોના બિમારીના કારણે દાતાઓ દ્વારા વિવિધ દાન સહાય આપવામાં આવી રહેલ છે. જેમાં જાળિયા ગામે એક હજાર માસ્કનું વિતરણ કરી સુરત સ્થિત એક સનિષ્ઠ નાગરીકે પોતાનો વતન પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે. ઉમરાળા તાલુકાના જાળિયા ગામના વતની સુરત સ્થિત શ્રી હરેશભાઇ કોશિયા કોરોના બિમારીના દિવસોમાં જાળિયા આવેલ હોઇ ગ્રામજનો માટે ઉપયોગી થવાના હેતુથી અત્યારે માસ્ક જરૂરી હોવાથી એક હજાર માસ્ક લાવી લાવી વિતરણ કર્યું છે. નાના એવા આ ગામમાં માસ્ક વિતારણથી ખેડૂતો તેમજ મજૂર વર્ગ સહિત ગ્રામજનોને લાભ મળ્યો છે. કોરોના બિમારી સામે આરોગ્ય તંત્ર અને સરકારી વિભાગો ખૂબ સક્રિય રીતે કામ કરી રહેલ છે, ત્યારે આવી કામગીરીમાં દાતા અને કાર્યકર્તાઓની ભૂમિકા પણ ખૂબ મહત્વની છે. નાનકડા એવા આ ગામમાં દાતાની આ સખાવતથી સરપંચ શ્રી નીતિનભાઈ માણિયા તેમજ શ્રી શિવકુંજ આશ્રમના શ્રી વિશ્વાનન્દ માતાજી દ્વારા બિરદાવાયેલ છે અને આ માસ્કનો પૂરતો ઉપયોગ કરવા પર ભાર મૂકી આ મહામારી સામે સરકારી આદેશોના ચુસ્ત અમલ કરવા ગ્રામજનોને અનુરોધ કર્યો છે.

No comments: