ભાવનગરના મહાદેવ ગ્રુપ દ્વારા ૬ હજાર લોકો માટે ઉતાપમ બનાવ્યા, અહીં રોજજે હજારો લોકોની રસોઈ બને છે
દર્શન જોશી
કોરોનાનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે લોકડાઉન પાર્ટ ૨ ના દિવસો પણ શરૂ થઈ ચૂક્યા છે દિવસે દિવસે ભયાવહક સ્થિતિ નિર્માણ થતી જાય છે ખાસ કરીને મજુર વર્ગની સ્થિતિ કફોડી બની છે કારણકે તેઓને પેટના ખાડા માટેની ચિંતા સતાવી રહી છે જ્યારે ખાસ કરીને જિલ્લામાં અને ભાવનગરમાં અનેક સામાજિક સંસ્થાઓ અને આગેવાનો શ્રમિક અને ગરીબ લોકો માટે આગળ આવ્યા છે ત્યારે ભાવનગર સિંધુનગર વિસ્તારમાં મહાદેવ ગ્રુપ દ્વારા ૬ હજાર જેટલા લોકો માટે ઉતાપમ બનાવી અનોખી જનસેવા કરી છે લોકડાઉન પછી અહીં દરરોજ હજારો લોકો માટે રસોઈ બને છે મહત્વની બાબત અહીં એ છે કામના સમયે અથવા ભોજન વિતરણમાં કોઈ ફોટોગ્રાફ નહિ કરવાની તેવું ગ્રુપના મેનેજમેન્ટ દ્વારા નિર્ણય લેવાયો છે તે સરાહનીય છે અહીં મહાદેવ ગ્રૂપના નિર્મલભાઈ, રાહુલભાઈ રાઠોડ, પાવનભાઈ ના માર્ગદર્શન હેઠળ તમામ સંચાલન કરવામાં આવે છે તેમજ ગ્રુપના તમામ સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે

No comments: