test
રમઝાન માસને લઈને સિહોર સૂત્રતવલ મુસ્લિમ જમાત દ્વારા ખાસ અપીલ 

લોકડાઉન ને લઈ પોતાના ઘરે રહીને જ ઈબાદત કરવા દરેક મુસ્લિમ બિરાદરોને અનુરોધ

હરેશ પવાર
સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે મંદિર મસ્જિદ સહિતના તમામ ધાર્મિક  સ્થળો પણ બંધ છે ત્યારે મુસ્લિમોનો પવિત્ર માસ રમજાન આગામી ૨૫ એપ્રિલથી શરૂ થવા જઈ રહ્યો છે.મુસ્લિમ સમાજના લોકો રોજા રાખીને મસ્જિદમાં જઈને ઈબાદત કરીને રોજુ ખોલતા હોય છે. પરંતુ આ વખતે કોરોના વાયરસને લઈને સમગ્ર દેશમાં લોકડાઉન નો બીજો તબક્કો શરૂ છે. જેને લઈને આજે સિહોર સુન્નતવલ મુસ્લિમ સમાજના મુખ્ય પાંચ આગેવાનો એક અગત્યની બેઠક મળી હતી જેમાં ઇસ્માઇલ મહેતર, નૌશાદ કુરેશી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે બેઠકમાં સિહોર સૂત્રતવલ મુસ્લિમ જમાત દ્વારા શહેરના મુસ્લિમ સમાજના દરેક ભાઈઓ અને બહેનો ને વિનંતી કરવામાં આવી છે. પવિત્ર રમઝાન માસમાં સરકાર શ્રી ના આદેશને ધ્યાનમાં લઈને તરાવીહ ની નમાઝ, સેહરી તથા ઇફતાર પણ પોતાના ઘરમાં રહીને જ કરવા સૌને અપીલ કરવામાં આવી છે. સાથે જ કોરોના સામે લડવા માટે સરકારના આદેશ મુજબ કામ વગર ઘરની બહાર ન નીકળવું અને ઘરની બહાર નીકળો ત્યાંરે મોઢા ઉપર માસ્ક અથવા રૂમાલ બાંધીને નીકળવું.રમઝાન માસ દરમિયાન કોઈએ ખોટું બહાનું કરીને ઘરની બહાર નીકળવું નહિ. તેમજ સાંજના કે રાતના સમયે પણ ઘરની બહાર ટોળે કરીને બેસવું નહિ. કોરોના સામેની લડાઈ માં સરકારશ્રી ને સહયોગ આપીને ઈબાદત કરવી તેવી પણ સમાજના શ્રેષ્ટિઓ દ્વારા કરવામાં આવી છે
Reviewed by ShankhnadNews on 20:24 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.