test
લોકડાઉનમાં લાભાથીઓને ઘરે પૈસા પહોંચાડી સિહોરના પોસ્ટકર્મી કોરોના વોરિયર્સ બન્યા

કોરોના સંકટ વચ્ચે પોસ્ટ વિભાગની અનોખી પહેલ લોકો માટે આશીર્વાદ રૃપ બની

હરેશ પવાર
કોરોના સામેનો જંગ જીતવા માટે સરકાર દ્વાર દેશમાં બે તબક્કામાં ૪૦ દિવસની લોકડાઉન આપવામાં આવ્યું છે. ત્યારે આ સમયગાળામાં લોકોને નાણાંકીય સંકડામણ ભોગવવી ન પડે તે માટે ભારતીય પોસ્ટ દ્વારા આધાર ઇલેબલ પેમેન્ટ સિસ્ટમ યોજનાનો નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. જેમાં પોસ્ટ તેમજ બેંક ખાતેદારોનો પોસ્ટ કર્મીઓ દ્વારા ઘરે બેઠા નાણાં નું ચુકવણું કરવામાં આવે છે. દેશમાં કોરોના વાઇરસના વધતા જતા સંક્રમણની કડી ને રોકવા માટે સરકાર દ્વારા લોકડાઉન અમલી કરાયું છે. વૃધ્ધ, પેન્શનરો, પોસ્ટ તેમજ બેંક ખાતેદારોને સરળતાથી પોતાની પુંજી મળી રહે અને તેમને આર્થિક ભીડ ભોગવવી ન પડે સાથે પોસ્ટ તેમજ બેંકમાં લોકોની ભીડ એકઠી થતા અટકે તે માટે પોસ્ટ વિભાગ દ્વારા આધાર ઇલેબલપેમેન્ટ સિસ્ટસમ(એઇપીએસ)યોજના અમલી કરવામાં આવી છે. જેમાં સિહોર પોસ્ટ વિભાગના કર્મચારીઓ તેમજ સહાયકો દ્વારા લોકોને ઘરે બેઠા પૈસાનું ચુકવણું કરવામાં આવી રહ્યું છે. કોરોના ને લઇ બે તબક્કાના લોકડાઉન વચ્ચે સિહોર પોસ્ટ વિભાગ દ્વારા છેવાડાના ગામડાઓ તેમજ શહેરી વિસ્તારોમાં અનેક વૃધ્ધ, વિધવા, પેન્શનરો સહિતના ખાતાધારકોને ઘરે બેઠા તેમના જમા નાણાંનું ચુકવણું કરી ને પોસ્ટ વિભાગે કોરોના વોરિયર્સની ભુમિકા નિભાવી છે. 
Reviewed by ShankhnadNews on 20:17 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.