test
ભર તડકે ગરમીમાં કામ કરતા પોલીસ કર્મીઓની વ્હારે ઉદ્યોગપતિઓ, ગરમીથી બચવા અને રક્ષણ માટે ગ્લોકોઝ અને આર,ઓ,સી, પાવડર મોટી માત્રામાં ફાળવાયો

હરેશ પવાર
કોરાનાને કારણે લોકડાઉન જાહેર કર્યા બાદ લોકડાઉનનો કડક અમલ કરાવવા સહિત નગરપાલિકા કોર્પોરેશન અને અન્ય તંત્રની ઓફિસના ફાળે આવતી જવાબદારીઓ પૈકી અનેક જવાબદારીઓ પોલીસે ઉપાડી લીધી છે, પહેલા તો પોલીસ રોકે તેની સાથે પોલીસ પૈસા માંગશે તેવી ફાળ સામાન્ય માણસને પડતી હતી, જો કે છેલ્લાં કેટલાય દિવસથી પોલીસ જે પ્રકારે કામગીરી કરી રહી છે, તેમાં કયાંય પોલીસે પૈસા માંગ્યા હોય તેવી બુમ તો પડી નથી, પણ પોલીસ એક જુદા જ સ્વરૂપમાં માનવી ધોરણો અનુસાર લોકો સામે આવી રહી છે ધોમ-ધખતા તાપમાં ફરજ બજાવતા કર્મીઓના સ્વાસ્થ્ય રક્ષણ માટે ઉદ્યોગપતિઓ દ્વારા ગ્લોકોઝ સહિતની ચીજવસ્તુઓ આપવામાં આવી છે.
 સિહોર સાથે પાલિતાણા ડિવિઝન વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ, તાલીમાર્થી પોલીસ, જીઆરડી, હોમગાર્ડ, સહિત જવાનો ફરજ બજાવી રહ્યા છે આકરા તાપ અને અસહ્ય ગરમી વચ્ચે ફરજ પર જવાનોની ચિંતા કરીને ગોરધનભાઈ વિરાણી, રઘુભાઈ આહીર, મહેન્દ્રસિંહ ગોહિલ, જીજ્ઞેશભાઈ પટેલ અને જયેશભાઈ દવે દ્વારા ૧૧૦૦ પેકેટ ઓ,આર,એસ પાવડર તેમજ ૧૦૦ પેકેટ ગ્લુકોઝ પાવડર ફાળવીને પોલીસકર્મીઓની ચિંતા કરી છે સમગ્ર ચીજવસ્તુઓ પાલીતાણા ડિવિઝન પોલીસ મથકમાં ફાળવવામાં આવશે કાળા કોપ તડકામાં ફરજ બજાવતા પોલીસકર્મીઓની પ્રાથમિકતા લોકોના જીવ બચે તેની છે, જેના કારણે પોલીસ પોતાનો જીવ હોડમાં મુકી બહાર તડકે ભર તાપ અને ગરમીમાં કામ કરી રહી છે જોકે ફરજ પરના પોલીસકર્મીઓની ચિંતા પણ કરનારા ઉદ્યોગપતિઓને સલામ છે
Reviewed by ShankhnadNews on 20:11 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.