test
ગરીબોને ઘણા દિવસે મિષ્ટાન નસીબ થયું, ટાણાના આગેવાન ભોજરાજસિંહે ૧ હજાર ગરીબોને લાડુની કળી અને ગાંઠિયાનું જમણ કરાવ્યું

શ્યામ જોશી
લોકડાઉન એટલે ખુદને ખુદના ઘરમાં કેદ કરી તાળું મારી દેવું. હાલ કોરોના સામે લડવા માત્ર આ એક જ રસ્તો બચ્યો છે લોકો પણ લોકડાઉનમાં સરકારની પડખે ખભે ખભો મિલાવી સમર્થન કરી રહ્યા છે.  પરંતુ આ માહોલમાં કેટલાક એવા લોકો જે સરકારના નિર્ણયની સાથે તો છે પરંતુ આ નિર્ણય તેમના માટે એક પડકાર બની ચૂક્યો છે ગરીબોની હાલત કફોડી બની છે અને ગ્રામ્ય વિસ્તારોમાં નાના વર્ગના લોકોની હાલત વધુ દયાજનક બની રહી છે દિવસે દિવસે ઘરમાં અન્નનો દાણો પણ ન હોઈ તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે બે ટંક પેટનો ખાડો કઈ રીતે પુરવો તે સવાલ લોકોને સતાવી રહ્યો છે ત્યારે સિહોર તાલુકા પંચાયતના સભ્ય ટાણા સીટ પરથી જીતેલા વરિષ્ઠ કોંગ્રેસ અગ્રણી ભોજરાજસિંહ ગોહિલ અને ટિમ ગરીબોની મદદ માટે આગળ આવી છે ટાણા અને આજુબાજુ ગરીબ અને શ્રમિક લોકો માટે મિષ્ટાન બનાવ્યું હતું એક હજારથી વધુ લોકો માટે લાડવાની કળી તેમજ ગાંઠિયા બનાવી લોકોને જમણ કરાવ્યું હતું તેમજ ૫૧ જેટલા પરિવારોને અનાજ કરીયાણાની કિટો આપવામાં આવી હતી ત્યારે ગરીબ પરિવારજનોના ચહેરાઓ પર ખુશી છવાઈ હતી. જ્યારે ભોજરાજસિંહ ગોહિલ અને ટિમ દ્વારા ટાણા વિસ્તારમાં સતત જનસેવા કાર્ય શરૂ છે જેમાં ઋતુરાજસિંહ ગોહિલ, ભગીભાઈ અનીભાઈ હોટલ રંગોલી ટાણા વાળા સહિત યુવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે
Reviewed by ShankhnadNews on 20:12 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.