test
સિહોરની પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરનાર ને બક્ષવામાં નહિ આવે- દીપ્તિબેન ત્રિવેદી 

ગઇકાલે શાસક અને વિપક્ષ સભ્યોની રજુઆત અને અખબારોના અહેવાલો પછી તંત્રમાં દોડધામ, સમગ્ર મામલો શહેરભરમાં ટોકઓફ ધ ડાઉન

હરેશ પવાર
ત્રણ દિવસ પહેલા બનેલી ઘટના જેનો સિહોર પાલિકા તંત્ર અને અધિકારીઓ દ્વારા ઘણો ઢાકપીછોડો કરવામાં આવ્યો પરંતુ વિપક્ષ નેતા અને શાસક પક્ષના જાગૃત નેતાને જાણ થતાં ઘટના બહાર આવતા ઘટસ્ફોટ થયો હતો. જેને લઈને તંત્ર સફાળું જાગીને તપાસ માટે દોડતું થઈ ગયું છે જે તપાસ નો સમય ઘટનાના ત્રણ દિવસ સુધી ન મળતા અચાનક જ મીડિયામાં વાત આવતા દોડધામ શરૂ થઈ ગઈ છે ઘટના એવી ઘટી હતી કે  સિહોરના ગૌતમેશ્વર રોડ ઉપર આવેલ પાણીના ટાકામાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા મરેલા પ્રાણીને કોથળીમાં નાખીને ટાકામાં ત્રણ દિવસ પહેલા ફેંકવામાં આવ્યું હતું જેની જાણ થતાં સમગ્ર શહેરમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. આ ઘટનાની જાણ થતાં શહેરનું તંત્ર દોડતું થઈ ગયું હતું. આ સમગ્ર ઘટનાને લઈને આજે નગરપાલિકા પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદી મીડિયા સમક્ષ રજુ થયા અને તેમને ઘટના અંગે માહિતી આપતા કહ્યુ હતુ કે પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરનાર જે પણ શખ્સ હશે તેને છોડવામાં નહિ આવે. પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે તે ઉપરાંત ત્યાંના ફરજ પર રહેતા કર્મચારીઓ ને પણ પૂછતાછ કરવામાં આવી રહી છે. સિહોરની પ્રજાને ગભરાવાની જરૂર નથી આ ટાંકા માંથી પણ અતિ તંગીના સમયમાં જ લેવામાં આવે છે એટલે છેલ્લા ઘણા સમયથી આ ટાકાનું પાણી વિતરણમાં નથી આપવામાં આવ્યું ઉપરાંત આગામી દિવસોમાં આ પાણીના રિપોર્ટ કરીને પછી જ જરૂરિયાત સમયે વિતરણ કરવામાં આવશે. ઉપરાંત હવે પછી શહેરને પાણી પૂરું પાડતા પાણીના ટાકાને કોઈ ખોલી ના શકે તેવી વ્યવસ્થા ગોઠવામાં આવશે. આ કૃત્ય કરનાર જે કોઈપણ હશે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું મીડિયા સમક્ષ પાલિકા પ્રમુખ દ્વારા જણાવામાં આવ્યું હતું. હવે જોઈએ છીએ કે પાણીની સર્જાયેલી રામાયણ માં તંત્ર અને પાલિકા કેવા પગલાંઓ ભરે છે કે પછી બે ચાર દિવસમાં બધું ભીનું સંકેલી લેવાય છે તે જોવું જ રહ્યું
Reviewed by ShankhnadNews on 20:32 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.