test
સિહોર પોલીસે કહ્યું જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ એક સાથે ત્રણ ચાર દિવસની ખરીદી કરી લ્યો - પોલીસ અધિકારી ગોહિલ

આ પ્રજા લોકડાઉનના અમલ કરવાની અનિવાર્યતા નહિ સમજે તો કરફયુ જ એક વિકલ્પ, સવારથી પોલીસ લોકોની સાથે સમજાવટમાં મથામણ કરી રહી છે


સલીમ બરફવાળા
સિહોર પોલીસ અધિકારી પીઆઇ કે.ડી ગોહિલ દ્વારા આજે એક વોટ્સએપ દ્વારા સંદેશો મોકલાવવામાં આવ્યો જેમાં ઉલ્લેખ હતો કે શહેરની પ્રજાને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ રોજજે બહાર નહીં નીકળવા એક સાથે બે ત્રણ દિવસની ખરીદી કરવાનો અનુરોધ કરાયો હતો અને લોકડાઉનની તાકીદ પણ કરાઈ હતી ત્યારે બીજી તરફ વાસ્તવિકતા જોઈએ તો બીજા દેશોની જેમ ભારતમાં અને રાજ્યમાં પણ કોરાનાની સ્થિતિ વળસી રહી છે આંકડા જે રીતે વધી રહ્યા છે તે આવનારી બીહામણી સ્થિતિનો નિર્દેશ આપી રહ્યા છે, કોરોનાની સાંકળ તોડવા માટે કેન્દ્ર સરકારે ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યુ છતાં હજી શહેરના અનેક વિસ્તારો અને બજારોમાં કીડીયારાની જેમ માણસો ઉભરાઈ રહ્યા છે ત્યારે રાજ્ય અને જિલ્લામાં જે રીતે કેસો સામે આવી રહ્યા છે તે ચિંતાજનક છે આ સ્થિતિ ગંભીર છે છતાં આપણને તેની ગંભીરતા સમજાઈ રહી નથી, લોકડાઉન સરકાર માટે નથી પણ તમારા અને મારા જીવનને સલામત રાખવા માટે છે આટલી સાદી સમજ પણ આપણામાં નથી,ગરીબ તો ઠીક મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમવર્ગ પણ જાણે રોજનું કમાઈ રોજ ખાતો હોય તે રીતે બજારમાં રોજ ખરીદી કરવા નિકળી રહ્યો છે. સરકાર અને તંત્રના લાખ પ્રયત્ન છતાં લોકડાઉનનું પરિણામ કેરોનાના કેસમાં ઘટાડા સ્વરૂપે જોવા મળતુ નથી વિશ્વના જે દેશોએ આર્થિક કારણ આગળ ધરી લોકડાઉન કર્યુ નથી તેઓ મોતના રસ્તે આગળ વધી રહ્યા છે, આપણી લડાઈ જીવવા માટેની છે. જીવવા માટે તકલીફ વેઠવી પડશે આપણે બહાર નિકળી માત્ર આપણને નહીં,આપણે જેના માટે જીવીએ છીએ, અને જેમને પ્રેમ કરીએ છીએ તેવા આપણા પરિવાર-મિત્રો અને પડોશીઓ માટે જીવતો બોમ્બ સમાન બની રહ્યા છે, આ સ્થિતિમાં આપણે હમણાં ૧૪મીએ લોકડાઉન પુર્ણ થશે કે નહીં તેની ચર્ચા અને ચીંતા કરી રહ્યા છીએ ત્યારે ઘરમાં રહો સુરક્ષિત રહો કાયદાઓનું પાલન કરો તેવી શંખનાદ અપીલ કરે છે
Reviewed by ShankhnadNews on 20:37 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.