test
સિહોરમાં દુકાનો ખોલવાની મંજૂરીમાં સ્થાનિક તંત્ર સ્પષ્ટતા કરે , લોકોને હેરાનગતિનો પાર નથી - નાનુભાઈ ડાખરા

લોકો અસમંજસમાં છે સ્થાનિક લેવલે સ્પષ્ટતા અને પ્રેસ થાય તે જરૂરી છે, નાનુભાઈ રજુઆત કરી

બ્રિજેશ ગૌસ્વામી
રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનમાં અર્થતંત્રને પાટે ચડાવા માટે અમુક દુકાનો ખોલવા માટે મંજૂરી આપવામાં આવી છે. ક્લસ્ટર એરિયા સિવાયના વિસ્તારમાં સરકારે નક્કી કરેલા ધંધાર્થીઓ શરતો સાથે દુકાન ખોલી શકશે તેવી જાહેરાત બાદ લોકલ લેવલે વેપારીઓ ખૂબ મૂંઝવણમાં મુકાયા છે.જ્યાંરે સિહોરમાં વેપારીઓ અવઢવમાં મુકાઈ ગયા છે કારણકે અહીં સ્થાનિક પ્રશાશન દ્વારા રાજ્ય સરકારની જાહેરાત બાદ પણ હજુ સુધી સ્થાનિક તંત્ર હરકતમાં નહિ આવતા સ્થાનિક પ્રશાશન અને જિલ્લા તંત્ર અને રાજ્ય સરકાર વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે વેપારીઓની મૂંઝવણ દૂર કરવા માટે થઇને આજે  કોંગ્રેસ પ્રતિનિધિ નાનુભાઈ ડાખરા દ્વારા સિહોર નાયબ કલેકટરને લેખિતમાં રજૂઆત કરીને તા.૨૫થી જે દુકાનો ખોલવા માટે મંજૂરી આપવામાં આવ્યું છે તેમાં હજુ સુધી પૂર્ણ સ્પષ્ટતા ન હોય જેને લીધે દુકાનદારો એ હેરાન થવું પડે છે. કઈ કઈ દુકાનો ખોલવા અને ક્યાં ક્યાં વિસ્તારમાં શરૂ કરવાની છે તે અંગેની વિગતવાર સ્પષ્ટતાનો મેસેજ પ્રેસનોટ થાય તે અંગે લેખિતમાં રજુઆત કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર મોકળાશ આપી રહી છે પણ સ્થાનિક તંત્ર રાજ્ય સરકાર સાથે સંકલન નો અભાવ હોય તેવું વર્તન થઈ રહ્યું હોય તેવું હાલની સ્થિતિ જોતા દેખાઈ રહ્યું છે. જેથી સ્થાનિક લેવલ પર એકાદ પ્રેસ અથવા તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે તે જરૂરી છે
Reviewed by ShankhnadNews on 20:07 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.