test
અ...ધ...ધ.... સિહોરની ૨૧ સંસ્થાઓએ મિલન કુવાડિયાની તરફેણમાં આવેદનો આપ્યા

શંખનાદ માટે સતત લોકોની લાગણીઓનો ધોધ અવિતર વહી રહ્યો છે-સિહોરના વરિષ્ઠ અગ્રણીઓ એ રૂબરૂ જઈને સંસ્થા અને મિલન કુવાડિયા માટે ધારદાર રજુઆત થઈ 

દેવરાજ બુધેલીયા - હરેશ પવાર
સિહોરની વિવિધ સંસ્થાઓ દ્વારા છેલ્લા નવ દિવસથી સતત મિલન કુવાડિયામાં સમર્થનમાં આવેદન આપી રહ્યા છે. ત્યારે આજના દિવસે એક સાથે સિહોરની પ્રતિષ્ઠિત ૨૧ સંસ્થાઓએ સાથે મળીને મામલતદાર કચેરી ખાતે  સિહોરના વરિષ્ઠ આગેવાન અશ્વિનભાઈ ગોરડીયા, રાજુભાઇ જાની(એડવોકેટ), પ્રદીપભાઈ કળથીયા દ્વારા નાયબ કલેકટરને ધારદાર રજુઆત કરીને આવેદન પત્ર પાઠવ્યું છે. રજુઆત સમયે અશ્વિનભાઈ ગોરડીયા એ જણાવ્યું હતું કે લોકડાઉન છે નહીંતર ૫૦૦૦ સહી પણ આ સંસ્થા માટે થઈ શકે અને વર્ષોથી તેને ઓળખું છું યુવા અવસ્થામાં સત્ય વર્ક કરવાની ભાવના ને અમારું સમર્થન છે. સિહોર માં આવું ભાગ્યેજ બન્યું છે કે કોઈ વ્યક્તિના સમર્થન માં સિહોર ની સંસ્થાઓ આગળ આવી છે આ ૨૧ સંસ્થાઓ કોરોના ના લીધે ભેગી થઈ ને સમર્થન કરે છે બાકી પાંચ દસ હજાર સહી સાથે આવેદન ને રજુઆત થાય તેવી એની છાપ ઉભી કરી છે. વિઘ્ન સંતોષીઓ દ્વારા ચેનલ ને હાની પોહચડવાનો ને તોડવાનો પ્રયત્ન કરાય રહ્યો છે માટે જ અમે આ બધી સંસ્થાઓ સત્યના સમર્થન માં આવેદન આપવા આવ્યા છીએ અમે વેલા જ આવી જાત પરંતુ ૪ દિવસ આ બધી સંસ્થા ઓ ના સહી કરવામાં લાગી છે.

રજુઆત સમયે રાજુભાઇ જાની(એડવોકેટ)એ જણાવ્યુ હતુ કે  શંખનાદ એ એવી ન્યુઝ ચેનલ છે જેને સિહોર અને આજુબાજુના વિસ્તાર ને એક તાંતણે બાંધી લોકો સુધી સાચા સમાચારો ને લોકોસુધી સાચી હકીકત પોહચાડવાનું  કાર્ય કરે છે. એના સનિષ્ટ કાર્યકર્તા સંચાલક મિલનભાઇ કુવાડિયા જેવો એક તરવૈયા યુવાન છે એને આ આખી ચેનલ ચાલુ કરી લોકજાગૃતિ નું કામ કર્યું છે ત્યારે આ ચેનલ ને તોડી પાડવા વિરોધીઓ દ્વારા ષડ્યંત્ર કર્યું હોય તેવું લાગી રહ્યું છે એમની સામે ફરિયાદ કરી તેવોનું મનોબળ તોડવા વાળા સામે આજે અમે આવેદન પત્ર આપી રજુઆત કરી છે. ઉલ્લેખનીય છે કે સિહોરના ઇતિહાસમાં કદાચ પહેલી વખત એકવીસ જેટલી સંસ્થાઓએ આગળ આવીને કોઈને સમર્થન કર્યું હોય અને આવેદન આપીને રજુઆત કરી હોય.

સમર્થન સંસ્થાઓના નામ
૧ - જ્ઞાનભરતી એજ્યુકેશન સોસાયટી સિહોર 
૨ - ગોપીનાથજી મહિલા કોલેજ સિહિર
૩ - ધી સિહોર એજ્યુકેશન સોસાયટી 
૪ - જય હિન્દ વ્યાયામ મંદિર સિહોર
૫ - જાયન્ટસ ગ્રૂપ ઓફ સિહોર
૬ - સિહોર શ્રી સચિદાનંદ ગુરુકુળ
૭ - સિહોર પીપલ્સ કો.ઓપ. પ. ક્રે.સોસા.લી.સિહોર
૮ - સિહોર ડોકટર એસોસિએશન 
૯ - વિશ્વ હિન્દુ પરિષદ સિહોર
૧૦ - બજરંગ દળ સિહોર
૧૧- ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સિહોર
૧૨- સિહોર જૈન શ્વે . મૂર્તિ પુ. સંઘ સંચાલિત શ્રી પાંજરાપોળ વિભાગ સિહોર
૧૩ - ભાવનગર ડીસ્ટ્રિક ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇનડસ્ટ્રીઝ- સિહોર ચેપ્ટર
૧૪- શ્રી સદવિચાર સેવા સમિતિ સિહોર 
૧૫- યુવાયુગ પરિવાર ટ્રસ્ટ સિહોર 
૧૬ - શ્રી હનુમાન ધારા સેવા સમિતિ સિહોર 
૧૭- શ્રી માતૃક્રૂપા રામદૂત અન્નક્ષેત્ર ટ્રસ્ટ સિહોર
૧૮- શ્રી મહાલક્ષ્મી કો.ઓપ. ક્રેડિટ સોસ સિહોર 
૧૯- ડોકટર પ્રજાપતિ સંજીવની હાર્ટ કેર સિહોર 
૨૦ - સિહોર નાગરિક સહકારી બેંક 
૨૧ - સિહોર મર્કનટાઇલ્ બેંક
Reviewed by ShankhnadNews on 16:42 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.