test
અક્ષય તૃતિયા: લોકડાઉનને લીધે આ વર્ષે સોનાની શુકનવંતી ખરીદી પણ નહીં થાય

સિહોરની સોની બજારમાં આવેલ સોના ચાંદીના દાગીનાની દુકાનો શોરૂમ એક મહિનાથી બંધ

શ્યામ જોશી
સિહોર સોની બજારની આ વર્ષે કફોડી સ્થિતિઃ મંદીનો માર સહન કરી રહેલી ગોલ્ડ માર્કેટને કોરોનાને કારણે પડયા પર પાટુ માર્યાની સ્થિતિ વણજોયેલું મુહૂર્ત એટલે અક્ષય તૃતિયાનો પવિત્ર દિવસ આવતીકાલે  રવિવારે છે. આ દિવસે લોકો નવા કામોનો શુભારંભ  કરતા હોય છે. ખાસ કરીને સોના - ચાંદીની બજારમાં ખરીદી માટે મોટી ચહલ પહલ જોવા મળી હોય છે. પણ આ વર્ષે લોકડાઉનનાં કારણે સ્થિતિ અલગ છે.  જવેલર્સની નાની - મોટી દુકાનો અને શો રૂમ જ બંધ હોવાથી શુક્નનની ખરીદી કરવા પણ જઇ શકાય તેવી સ્થિતિ નથી સિહોરની  પણ મેઈન બજાર માર્કેટ વિસ્તારમાં અનેક સોના - ચાંદીની દુકાનો - શો રૂમ આવેલા છે. અક્ષય તૃતિયાનાં દિવસની વેપારીઓ રાહ જોઇને બેઠા હોય છે. આ દિવસે મોટી ખરીદી નીકળતી હોય છે. મધ્યમ વર્ગ પણ પોતાની શક્તિ મુજબ શુકનની ખરીદી કરે છે.પણ કોરોના સંકટને કારણે અક્ષય તૃતિયાનો દિવસ કોરો જાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે હાલની સ્થિતિમાં રૂબરૂ કોઇ ગ્રાહક સોનુ કે ચાંદી ખરીદવા જઇ શકે તેમ નથી,  લોકડાઉન પછી સોની બજાર ખુલી જ નથી. લગભગ સવા મહિનાથી બંધ છે. તા. ૩ મે પછી જો લોકડાઉન ખૂલે તો પણ સોની બજારમાં તો સોંપો જ રહેવાનો છે કારણ કે લોકોનાં ધંધા - રોજગાર ભાંગી ગયા હોવાતી સોનુ ખરીદવા લોકો પાસે પૈસા નથી. આ ચીઝ આવશ્યક ચીજોનાં દાયરામાં નથી. બચત હોય તો લોકો છેલ્લે સોનુ ખરીદવા બજારમાં આવે છે. મંદીનો માર સહન કરી રહેલી ગોલ્ડ માર્કેટને કોરોનાએ પણ પડયા પાટુ માર્યું છે.
Reviewed by ShankhnadNews on 16:36 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.