દાતાએ આપેલા દાનની તો જાળવણી કરતા શીખો-આવું જ રહેશે તો નવા દાતાઓ આગળ નહિ આવે
સિહોરના રંભા કોમ્યુનિટી હોલની દુર્દશા જોઈ કોણ દાંતાઓ આ ગામને દાન કરવા આગણ આવશે.?
હરેશ પવાર
સિહોરના નગરપાલિકા માં ટાઉનહોલમાં આવેલ રંભા કોમ્યુનિટી હોલ ૧૯૯૮ માં જ્યારે પાલિકા પ્રમુખ સ્વં.દીપસિંહભાઈ સોલંકી હતા ત્યારે દાતા ના દાનથી બનાવામાં આવેલ. હાલ આ હોલની દુદર્શા જોતા લાગી રહ્યું છે કે પાલિકાની જાળવણી નો અભાવ દેખાઈ રહ્યો છે. અહિતો હવે તકતી પરથી દાતાનું નામ જ નીકળી ગયું છે.અહીંનું શટર પણ રિમોર્ટ દ્વારા ચાલતું હતું જે આજે દસ પંદર માણસોથી માંડ ઊંચું કરવામાં આવે છે. પાલિકાને માત્ર આ હોલના ભાડા ઉઘરવામાં રસ છે પરંતુ હોલની થયેલી દુર્દશા કોઈને દેખાતી જ નથી. આજ સુધી નગરપાલિકા માં પ્રમુખ પદ ઉપર લોકનેતા બેઠા જ નથી નહિ તો આ હોલની આવી દશા આજે હોત નહિ. નગરપાલિકા માટે આવકનો સ્ત્રોત આપતું સારું મકાન અને બિલ્ડીંગ છે આ..કેમ કે સિહોરમાં અન્ય ખાનગી પાર્ટી પ્લોટના ભાડા ખૂબ હોય છે. ત્યારે આવી સારી જગ્યાનો વિકાસ કરવામાં આવે તો લોકોને એક સારી સવલત સિહોરની મધ્યમાં જ ઉભી થઇ જાય. ત્યારે અહીંની દુર્દશા જોઈને દાતાએ આપેલા દાનની તો જાળવણી કરતા શીખવુ જોઈએ જો આવું જ રહેશે તો નવા દાતાઓ આગળ નહિ આવે તે પણ ભૂલવા જેવું નથી

No comments: