રાજ્યમાં સ્ત્રી શક્તિઓ લડત આપી રહી છે કોરોના સામે
સિહોર નવાગામ કનિવાવના વતની કોરોના વોરિયર્સ ડો.શિતલબા ધોલેતર મહત્વની જવાબદારી સંભાળી રહ્યા છે
મિલન કુવાડિયા
આપ સૌ જાણો છો તેમ હાલ કોરોના વાયરસની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. રાજ્યમાં સ્ત્રી શક્તિઓ પણ કોરોના સામેની લડતમાં મહત્વની જવાબદારીઓ સાથે લડત આપી રહી છે. જેમાં આપણા રાજ્યના આરોગ્યના અગ્ર સચિવ ડો.જયંતિ રવિ હોય કે તબીબ ક્ષેત્રમાં ફરજ બજાવતી મહિલા તબીબ હોય. અમુક લોકો પોતાના જીવના જોખમે પણ કોરોના સામે લડી રહ્યા છે ત્યારે આજે એવી જ એક નારી શક્તિ કોરોના વોરિયર્સની વાત કરવી છે. ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના અગ્રણી અને નવાગામ (કનીવાવ) ના વતની પ્રવીણભાઈ ઘોલેતરના પુત્ર રવિરાજસિંહના ધર્મપત્ની ડો. શીતલબા ઘોલેતર (M.D Lab) કે જેઓ ભાવનગરની સર ટી. જનરલ હોસ્પિટલમાં હેડ ઓફ માઈક્રો લેબ તરીકે ફરજ બજાવે છે. હાલના આ કપરા સમયમાં જે સૌથી સંવેદનશીલ કાર્ય કહી શકાય તેવા કોરોના સંક્રમિત દર્દીઓના બ્લડ સેમ્પલ લઈ તેના પોઝીટીવ / નેગેટીવ ટેસ્ટ ડો. શીતલબા ઘોલેતર કરી રહ્યા છે, જેમણે માઈક્રો લેબમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરેલ છે. રાત દિવસ ડ્યુટી કરતા હમણા જ તેમના સ્કૂટરનો નાનો અકસ્માત પણ સર્જાયો હતો છતા તેઓ ફરજ ચુક્યા નથી અને અવિરત સેવા આપી રહ્યા છે ત્યારે આ નારી શક્તિ અને સમગ્ર કારડીયા રાજપૂત સમાજનું ગૌરવ કહી શકાય તેવા ડો. શીતલબા રવિરાજસિંહ ઘોલેતરને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ અભીનંદન.

No comments: