test
સિહોર પોલીસ દ્વારા ઠેર ઠેર વાહન ચેકીંગ, ૧૮૮ નો ભંગ કરનાર ૪ સામે કાર્યવાહી, ૮ જેટલા વાહનો ડિટેયન

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરમાં કોરોના વાયરસને કારણે થયેલ લોકડાઉનના આજે ૧૨ માં દિવસે પણ પોલીસ સતત સતર્ક રહેલી છે રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો આંક ૯૫ પર પહોંચી ગયો છે. કોરોનાના ૧૦ દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે અને ૮ લોકોના મોત થયા છે. લોકલ ટ્રાન્સમિશન કેસમાં ચિંતાજનક વધારો થયો છે. નવા ૭ કેસ પૈકી ૬ કેસ લોકલ ટ્રાન્સમિશનના હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં રાજ્યના કેટલાક લોકો બેદરકાર બની તેમની અને લોકોની જીંદગી જોખમમાં નાખી રહ્યા છે ત્યારે સિહોર પોલીસ વધુ ને વધુ સતર્ક થઈ છે.

સિહોરમાં લોકડાઉન ના પગલે પોલીસ સતત સતર્ક-જાહેરનામા નો ભંગ કરનાર સામે લાલ આંખ કરી ને મોટા ભાગમાં શહેરને જોડાતા તમામ માર્ગો ઉપર લોખંડી બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. કામ વગરના બહાર અવર જવર કરતા લોકો સામે સિહોર પોલીસે લાલ આંખ કરી છે. સિહોર પીઆઇ કે.ડી.ગોહિલ તેમજ પી.એસ.આઈ જયશ્રીબહેન પરમાર દ્વારા વિવિધ વિસ્તારોમાં જઈને સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આજે સિહોર પોલીસ દ્વારા વાહન ચેકીંગ દરમ્યાન કલેકટર શ્રીના જાહેરનામા ના ભંગ બદલ ૪ ઈસમો સામે ૧૮૮ કલમ લગાવી કાર્યવાહી હાથ ધરી હતી તદ્દ ઉપરાંત ૮ જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા
Reviewed by ShankhnadNews on 19:59 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.