રેશનના સડેલા ઘઉં બાદ શંખનાદ ટિમ પહોંચી સિહોર પુરવઠા ગોડાઉને - કર્યું રિયાલિટી ચેક
અહીં તમામ પુરવઠાની તપાસ કરવામાં આવી, આખા એપ્રિલ મહિનાનો સંપૂર્ણ પુરવઠો અહીં ઉપલબ્ધ, શંખનાદ સમાચારોમાં વધુ એક વખત અગ્રેસર
હરેશ પવાર - બ્રિજેશ ગૌસ્વામી
ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા તમામ રેશનકાર્ડ ધારકોને અનાજ વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. સિહોરમાં પણ રેશનશોપ દ્વારા પુરવઠા નું વિતરણ શરૂ કરી કરવામાં આવ્યું છે શંખનાદની ટિમ દ્વારા કાલે સિહોરની તમામ રેશન શોપ ઉપર જઈને વિતરણનું કવરેજ કરવામાં આવ્યું હતું. રેશનશોપ દ્વારા વિતરણની વ્યવસ્થા કઈ રીતે કરવામાં આવી છે તેની સંપૂર્ણ વિગત લેવામાં આવી હતી.ત્યારે સિહોરમાં ઘઉંનો માલ ખરાબ નીકળતા શંખનાદને જાણ થતાં સમગ્ર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતાં. અનાજ પુરવઠામાં ખરાબ માલ નીકળતા આજે અમારી શંખનાદ ટીમે અચાનક જ સિહોરમાં રામનાથ રોડ ઉપર આવેલ તાલુકા પુરવઠા નિગમના ગોડાઉન ઉપર પહોંચી ગઈ હતી.ત્યાં તપાસ કરતા તમામ માલ પેકીંગ માં જોવા મળ્યો તદ્દ ઉપરાંત ગોડાઉન મેનેજર તરીકે ફરજ નિભાવતા ભૂમિબહેન ગોહિલ સાથે ખરાબ પુરવઠા અંગે વાત કરતા કહ્યું હતું કે ખરાબ પુરવઠા ની ફરિયાદ આવી હતી જેને લઈને સિહોર શહેર અને તાલુકા ના તમામ રેશનશોપ ડીલરો ને સૂચના આપી દેવામાં આવી છે કે જો કોઈને ખરાબ પુરવઠો આવી જાય તો તેને તાત્કાલિક ધોરણે ગોડાઉન પરત કરીને બદલી કરાવી લેવા જણાવ્યું છે. જેથી કરીને કોઈ ગરીબને ખરાબ પુરવઠો ન જાય તેની ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે ત્યારે સમાચારોમાં શંખનાદ વધુ એક વખત અગ્રેસર રહ્યું છે

No comments: