વૈશાખની કાળઝાળ ગરમી વચ્ચે બજારમાં બદામ કેરી આવી, ભાવ આસમાને
સિહોર અને જિલ્લામાં કેસર કેરીના આગમનની જોવાતી રાહ, બદામ કેરીના ૬૦ થી ૮૦ જેટલા ઉંચા ભાવથી ગરીબ અને મધ્યમ વર્ગને કેરી ખાવી મુશ્કેલ
દેવરાજ બુધેલીયા
વૈશાખ માસની કાળઝાળ ગરમી વચ્ચે સિહોરની બજારોમાં ફળોના રાજા કેરીનું આગમન થઈ ગયું છે. આવા કેસરની કેરીની રાહ જોવાઇ રહી છે જ્યારે બદામ કેરી ૬૦ થી ૮૦ ના ભાવે વેચાઈ રહી છે સમગ્ર દેશમાં જ્યારે લોક ડાઉનની પરિસ્થિતિના કારણે માલ પુરતા પ્રમાણમાં પ્રાપ્ત થતો નથી. ઉપરાંત સમયની પાબંદી પણ વેપારીઓને નડી રહી છે. આવા સમયે બદામ કેરીના ભાવ પણ મધ્યમ વર્ગને પોષાય તેવા રહ્યા નથી તેથી મર્યાદીત પ્રમાણમાં જ કેરીની ખરીદી લોકો કરી રહ્યા છે. છેલ્લા એક માસથી વધુ લોકડાઉનના કારણે ધંધો-રોજગાર ઠપ્પ થઈ ગયા છે. મધ્યમ વર્ગ તેમજ શ્રમજીવી પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. લોકડાઉનના લીધે માલની આવક પુરતા પ્રમાણમાં શરૂ થઈ ન હોવાથી કેરીના ભાવ વધે છે. કેસરના કેરીના તો ઠેકાણા નથી માત્ર બદામ કેરી બજારમાં વેચાણ માટે આવી રહી છે તે પણ લોકોને પોસાઈ તેમ નથી

No comments: