સિહોરમાં ગણેશચોથ નિમિતે ગરીબોને લાડુનું જમણ
ગૌતમેશ્વર મહાદેવ મંદિર દ્વારા ૨ હજાર માણસોને ભોજન પહોચાડ્યું
મિલન કુવાડિયા
આજે ગણેશચતુર્થી વિઘ્નહર્તા દેવ ગણપતિ દાદાની પૂજા અર્ચના વિધિ નું આજે લોકોએ બંધનમાં રહીને ગણેશચોથ ની ઉજવણી કરી હતી. દુંદાળા દેવના ભાવતા ભોજન લાડુનો પ્રસાદ ઘરે જ બનાવીને લોકોએ ભોગ ધરીને બાપ્પા ને કોરોના વિઘ્ન હરિ લેવા પ્રાર્થના કરી હતી. ત્યારે સિહોરમાં ચાલતા રાહત રસોડામાં પણ ગરીબો માટે લાડુનું જમણ તૈયાર કરવામાં આવ્યું હતું. સિહોર ગૌતમેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી મહામંડલેશ્વર સ્વરૂપાનંદજી મહારાજ દ્વારા ૨ હજાર માણસો માટે લાડુનો પ્રસાદ તૈયાર કરાવામાં આવ્યો હતો.
અહીં મંદિર દ્વારા હરરોજ સિહોરના આસપાસના વિસ્તારોમાં જરૂરિયાત મંદ પરિવાર માટે ભોજન પહોચાડવામાં આવે છે. આજે તમામ જરૂરિયાત મંદ પરિવારને લાડુ સાથે પૂરું ભોજન પહોંચાડવામાં આવ્યું હતું. લાડુ જોઈને ગરીબ બાળકોના મુખ પર એક અલગ સ્મિત જ જોવા મળ્યું હતું.

No comments: