સિહોરના અલ્ફાઝે કોરોનાને હરાવ્યો- ૧૪ દિવસની લડત બાદ આજે કોરોના સામે જંગ જીત્યો
અલ્ફાજ સર્ટી માંથી રજા આપવામાં આવી, યુવકના ઘર જલુના ચોક વિસ્તારમાં નગરસેવકો દ્વારા અલ્ફાનું ફૂલહારથી સ્વાગત કરાયુ, સિહોરના પ્રથમ કોરોના પોઝિટિવ વ્યક્તિ સાજો થઈ ઘરે પરત ફર્યો.
દેવરાજ બુધેલીયા - હરેશ પવાર
સિહોરમાં આજથી ચૌદ દિવસ પહેલા ૧૪ એપ્રિલ ના દિવસે મોડી રાત્રે જલુના ચોક વિસ્તારમાં રહેતા અલ્ફાઝ હનીફભાઈ દસાડિયા ઉ.વ.૨૦ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મોડી રાત્રે તંત્ર દ્વારા ભાવનગર સર.ટી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. આ સાથે યુવકના પરિવારને પણ સમરસ હોસ્પિટલમાં કોર્નટાઇન કરવામાં આવ્યા હતા. સિહોરના પ્રથમ કોરોના પોઝિટિવ આવતા શહેરમાં ચકચાર મચી જવા પામ્યો હતો. આજે યુવક અલ્ફાઝ દ્વારા ચૌદ દિવસની કોરોના સામેની આકરી લડત બાદ આજે કોરોના ને હરાવીને કોરોના સામે વિજય મેળવ્યો હતો. આજે યુવક અલ્ફાઝ નો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા મોડી સાંજે તેને સર.ટી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે.
ભાવનગરમાં કોરોના પોઝિટિવ દર્દીઓ ઝડપથી સાજા થઈ રહ્યા છે એ સિહોર માટે સારા સમાચાર છે. અલ્ફાઝ હનીફભાઈ દસાડીયા નો કોરોના રિપોર્ટ ગત તા.૧૪ ના રોજ પોઝિટિવ આવતા તેને સર.ટી.હોસ્પિટલ માં કાર્યરત કોવિડ ૧૯ હોસ્પિટલ ના આઇશોલેશન વોર્ડ માં દાખલ કર્યો હતો.ત્યાર બાદ સમયાંતરે તેના ક્વોરન્ટાઇન થયેલા અન્ય 3 ભાઈઓ પણ કોરોના નો ભોગ બન્યા છે અને આઇશોલેશન વોર્ડ માં છે.ત્યારે આ દસાડીયા પરિવાર માટે રાહત ના સમાચાર કહી શકાય તેવા એનો એક પુત્ર અલ્ફાઝ કે જેના ૨૪ કલાકના બંને રિપોર્ટ નેગેટિવ આવતા તે કોરોના મુક્ત બન્યો છે અને આજે તેને રજા આપવા માં આવી છે.

No comments: