પાલીતાણા પત્રકાર અરવિંદ રાઠોડના માતુશ્રીનું દુઃખદ નિધન
સરકારની સ્મશાન યાત્રાની છૂટ છતાં અરવિંદભાઈ અને પરિવારનો આકરો નિર્ણય, કોરોના સંક્રમણ ને લઈને સુરત રહેતા રહેતા અરવિંદભાઈએ પણ આવવા માટે ના પાડી
સલિમ બરફવાળા
હાલ સમગ્ર વિશ્વના દેશો કોરોના નામની આફત સામે ઝઝૂમી રહ્યું છે. સંક્રમણ થી ફેલાતા વાયરસને રોકવા માટે થઈને સોશ્યલ ડિસ્ટન્સ એ જ મોટો ઉપાય છે આ રોગને ફેલાતો રોકવા માટે. દેશના એક જાગૃત નાગરિક અને પત્રકાર ક્ષેત્રે સંકળાયેલા અરવિંદભાઈ દ્વારા કોરોના ને રોકવા એક આકરો નિર્ણય લઈને દેશની પ્રજાને મોટો સંદેશ આપ્યો છે. પાલીતાણા તાલુકાના જામવાળી ગામના વતની અને હાલ સુરત પત્રકાર ક્ષેત્રે સંકળાયેલા અરવિંદભાઈ રાઠોડ ના માતાનું ગઈકાલે વહેલી સવારે તેમના માતા સોનાબેન રાઠોડનું સામાન્ય બીમારી ટૂંકી બીમારી બાદ અવસાન થયું, જો કે સુરત તેઓ હતા અને તેમના સગા નાનાભાઈ જામવાળી ગામે માતા સાથે હતા. સરકાર દ્વારા સ્મશાન યાત્રા માટે લોકોને એકઠા થવાની છૂટ આપવામાં આવી છે. છતાં પણ દેશના એક જાગૃત તરીકેની ફરજ નિભાવવા માટે થઈને કોરોના વાયરસના સંક્રમણ ને અટકવવા માટે થઈને તેમને તેમના નાના ભાઈ સાથે આઠ દસ જણા એકઠા થઈને માતાની અંતિમ વિધિ પુરી કરવા માટે થઈને જણાવ્યું હતું. સમાજમાં મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં આવતા હોય છે અને સુરતથી પણ કુટુંબના લોકો જાઈ અને સંક્રમણ ફેલાવાનો ભય રહે તેને લઈને આ આકરો નિર્ણય લેવામાં આવ્યો હતો. ખરેખર તેમના આ આકરા નિર્ણય થી લોકોને જાગૃત થવું જરૂરી છે. સગી માતાની અંતિમ વિધિમાં હાજર રહેવાના બદલે દેશહિતનો પહેલો વિચાર કરીને તેમને બહુ ઓછા લોકોની હાજરીમાં માતાની અંતિમવિધિ પુરી કરાવી હતી. સાથે જ લૌકિક ક્રિયા માટે પણ કોઈએ રૂબરૂ આવવાના બદલે ફોન ઉપર જ કરવા માટે અરજ કરી હતી. આવા જાગૃત લોકો દેશમાં હોય પછી કોરોનાએ ભાગવું જ પડે એ નક્કી છે

Reviewed by ShankhnadNews
on
20:52
Rating:

No comments: