સિહોર દરેક વિસ્તારમાં આવતા સફાઈ કામદારોને બિરદાવો - દીપ્તિબેન ત્રિવેદી
હરેશ પવાર
કોરોના વાઇરસ ન ફેલાય તેની તકેદારીના ભાગ રૂપે સિહોર નગરપાલિકા તંત્ર સતર્ક બન્યું છે. શહેરના જાહેરમાર્ગો પર અને રહેણાંક વિસ્તારોમાં દવાનો છંટકાવ અને સાફ સફાઈ કરવાની કામગીરી હાથધરી છે. શહેરના દરેક વોર્ડ વિસ્તારમાં દવાનો છંટકાવ અને સાફ સફાઈ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આવા કર્મચારીઓના કામને બિરદાવવા માટે પ્રમુખ દીપ્તિબેન દ્વારા અપીલ કરવામાં આવી છે સમગ્ર દુનિયામાં કોરોના વાઇરસે હાહાકાર મચાવી દીધો છે. લોકોમાં કોરોનાને લઈને ડરનો માહોલ ઊભો થઈ રહ્યો છે. ત્યારે સિહોર નગરપાલિકાના તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે સમગ્ર શહેરમાં દવાનો છંટકાવ અને સાફ સફાઈ કરવાની શરૂઆત કરવામાં આવી છે. શહેરમાં આવેલ સરકારી કચેરીઓ, જાહેર સ્થળો, લોકોની અવરજવર વધુ ધરાવતા સ્થળો તેમજ વધુ ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં સાફ સફાઈ અને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે દરેક વિસ્તારોમાં આ પ્રકારની કામગીરીઓ ચાલી રહી છે ત્યારે સિહોર નગરપાલિકા પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદી દ્વારા નગરપાલિકા તંત્રના સફાઈ કર્મીઓને આ કામ માટે બિરદવવા માટેની દરેકને અપીલ કરવામાં આવી છે

Reviewed by ShankhnadNews
on
20:57
Rating:

No comments: