test
સિહોરના અગ્રણી ઉધોગપતિ દેવુભાઈ ધોળકિયા દ્વારા રાહત કીટનું વિતરણ કરાશે

હરેશ પવાર
દેશભરમાં કોરોના વાયરસને કીને લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે જેને લઈને ગરીબ લોકોને એક ટાઈમ જમવાના પણ ફાફા પડી જાય તેવી સ્થિતિ ઉભી થઈ ગઈ છે. ત્યારે ગરીબ લોકોની મદદ માટે સરકારે મોટા રાહત ફંડ ની જાહેરાત કરી દેવામાં આવી છે. તો બીજી તરફ રાજ્યમાં અનેક સંસ્થાઓ આગળ આવીને ગરીબો અને અશક્ત લોકોને જમવા માટે થઈને અન્ન ક્ષેત્ર શરૂ કરી દેવામાં આવ્યા છે. ત્યારે સિહોરમાં પણ આજુબાજુ ના ગામડામાં રહેતા અને સિહોરમાં પણ રહેતા ગરીબ લોકો સુધી સરકારની સહાય પહોંચે તે પહેલાં પરિસ્થિતિ વધુ વિકટ બને તે ધ્યાનમાં લઈને સિહોરના અગ્રણી ઉધોગપતિ દેવુભાઈ ધોળકિયા એટલે દેવુકાકા દ્વારા આવતીકાલે એટલે તા.28.3.2020 ના રોજ હંસદેવ ખાતે ૧૨ પરિવાર ને કીટ વિતરણ કરવામાં આવશે. ઘરની આવશ્યક વસ્તુની કિટમાં ઘઉંનો લોટ ૧૦કી. ગ્રા, તૈયાર ખીચડી ૧૦ કી. ગ્રા, તેલ ૧૫ કી. ગ્રા, મરચું, ખાંડ, ચા, ૨-૨ કિલો તેમજ મીઠું હળદર લસણ અને કપડાં ધોવાનો પાવડર ૧ કિલો આપવામાં આવશે સાથે સેનીટાઇઝર, નાવાના સાબુ, ડેન્ટોબેક ટૂથપેસ્ટ આપવામાં આવશે. અહીં દેવુભાઈ દ્વારા સેવાકીય કાર્યમાં ધ્રુપકા તેમજ સિહોરના પરિવાર ને રાહત કીટ ફાળવામાં આવશે. આ કિટના વિતરણ માટે દેવુભાઈ દ્વારા સિહોર મામલતદાર સાહેબ તથા પોલીસ મથકના પીઆઇ સાહેબ તેમજ શંખનાદ સંચાલક મિલન કુવાડિયા ને આમંત્રણ આપીને એમના હસ્તે કીટનું વિતરણ કરવામાં આવશે. દેવુભાઈ દ્વારા આરંભ કરાયેલી સેવકાર્ય ખૂબ સરાહનીય છે. દેવુભાઈ દ્વારા અનેક વખત લોકોની મદદ કરવામાં આવે છે.
Reviewed by ShankhnadNews on 20:32 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.