test
ગુરૂવારે ભાવનગરમાં સીએએ સમર્થનમાં રેલીનું આયોજન

રેલીમાં સમર્થન આપવા જુદી જુદી સંસ્થા સાથે બેઠક, રેલી માટે તૈયારીનો ધમધમાટ, રેલીને સફળ બનાવવા પ્રયાસ હાથ ધરાયા,


દર્શન જોશી
રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા આગામી ફેબુ્રઆરીના રોજ યોજાનાર સીએએના સમર્થનમાં યોજાનાર પ્રચંડ જન સમર્થન રેલીને સપોર્ટ કરવા ગઈકાલ વહેલી સવારથી જ શહેરભર મિટિંગઓનો ધમધમાટ વ્યાપક બન્યો હતો અને સમગ્ર શહેરમાંથી તમામ વર્ગ, સમાજ અને સંસ્થાઓએ એક અવાજે વડાપ્રધાન અને સીએએને સમર્થન જાહેર કરતા આગામી ૬ઠ્ઠી ફેબુ્રઆરીના યોજાનાર રેલી કદાચ ભાવેણાના ઈતિહાસમાં ઐતિહાસિક બની રહેશે. આ અંગે ગઈકાલે સવારથી જ રેલીના આયોજકો દ્વારા સરકીટ હાઉસ ખાતે મેરોથોન મિટિંગોનો રાઉન્ડ અને જબરજસ્ત આયોજન માટેની બેઠકોનો દોર શરૂ થયો હતો.

જે દિવસભર શરૂ રહ્યો હતો. જેમાં સવારે ૧૦ કલાકે ભાવનગરની પ્રતિષ્ઠિત સેવાભાવી અને વેપારી સંસ્થઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી જેમાં ભાવનગરની તમામ સંસ્થાના આગેવાનોએ એકી અવાજે સીએએને સમર્થન જાહેર કરી રેલીમાં મોટી સંખ્યામાં જોડાઈ નાગરિકતા કાયદાને સમર્થન જાહેર કરવાની ખાત્રી આપી હતી જ્યારે બીજી બેઠક શહેરના હીરા વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી અને ભાવેણાના તમામ હીરા વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓએ ૬ઠ્ઠી તારીખે રેલીમાં જોડાવવાની ખાત્રી આપી હતી. જ્યારે ત્રીજી બેઠક ભારતીય જનતા પાર્ટીના શહેર-જિલ્લાના કાર્યકર્તાઓની યોજાઈ હતી.

 જેમાં તમામ લોકોએ રાષ્ટ્રભક્તિ સભર ત્રિરંગા વાતાવરણમાં યોજાનાર આ રેલીમાં મોટી સંખ્યામાં જોડાવા આહવાન કર્યું હતું જ્યારે ચોથી બેઠક ભાવેણાની શૈક્ષણિક સંસ્થાઓની યોજાઈ હતી. જ્યારે પાંચમી બેઠક ભાવેણાના યુવક મંડળો, રમત ગમત મંડળોના યુવાનો સાથે જોડાઈ હતી જેમાં સમગ્ર શહેરના રમતગમતવીરો અને સામાજિક, સેવાભાવી યુવક મંડળોના યુવાનો મોટી સંખ્યામાં રાષ્ટ્રભાવના સાથે જોડાવાની ખાત્રી આપી હતી. ૬ઠ્ઠી ફેબુ્રઆરી ગુરૂવારનાં રોજ સવારે ૯ કલાકે યોજાનાર આ રેલીને સફળ બનાવવા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

સાંજે વધુ બેઠકોનો દોર શરૂ રહ્યો હતો હજુ રેલીના દિવસ સુધી અનેક સ્તરની બેઠકોનો દોર વિવિધ સંસ્થાઓ દ્વારા યોજાશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા રાષ્ટ્રીય એકતા મંચના નેજા નીચે આયોજન થય રહ્યું છે ત્યારે આ રેલીમાં તમામ રાષ્ટ્રવાદી નાગરિકો, સંસ્થાઓ, સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ, વેપારી મંડળો, સામાજિક આગેવાનો, વિવિધ જ્ઞાાતિઓ સહિતના લોકોને જોડાવા રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા આહવાન કરવામાં આવેલ છે. 
Reviewed by ShankhnadNews on 20:38 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.