test
ભરતીનો ભાંડો ગ્રામ્ય સુધી - સિહોરમાં લોક રક્ષક ભરતીમાં અન્યાય મામલે આવેદન રજુઆત

ઓબીસી હક અધિકાર જાગૃત અભિયાન નેજા હેઠળ રજુઆત આવેદન, એસ.સી,એસ.ટી,ઓબીસી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા, મામલતદારને આવેદન પાઠવી રજુઆત કરવામાં આવી

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર ખાતે આજે ઓબીસી જાગૃત અભિયાનના નેજા હેઠળ એસ.સી,એસ.ટી,ઓબીસીની યુવતીઓ ને એલ.આર.ડી ભરતી માં થયેલા અન્યાય મામલે આવેદન પાઠવી રજૂઆતો કરી હતી જેમાં તેમને થયેલા અન્યાય અંગે ન્યાય મળે તેવી માંગ કરી હતી અન્યથા આંદોલન શરુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી સરકારે તા.૧/૮/૧૮ ના રોજ જાહેર કરેલા પરિપત્ર ને પરત ખેંચવાની માંગ સાથે આજે સિહોર ખાતે રજુઆત અને તંત્રને આવેદન આપવાનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં એસ.સી,એસ.ટી,ઓબીસી સમાજના જોડાયા હતા લોકરક્ષક ભરતી ૨૦૧૮ માં ઓબીસી, એસસી, એસટીની મહિલાઓ મેરીટમાં આવતી હોવા છતાં પણ તેમને મેરીટ પ્રમાણે ભરતી નહીં કરી અનામતમાં ગણતરી કરી સરકારે પછાત વિરોધી માનસિકતા સાબિત કરી છે તે આ સંગઠનને વિરોધ કર્યો ઓબીસી, એસસી, એસટી જેમની વસ્તી ૮૫% થવા જાય છેતે ૮૫% લોકોના મતથી ચાલતી આ સરકાર ઓબીસી, એસસી, એસટીને જયારે નોકરીમાં તેમનો હિસ્સો આપવાનો વારો આવે.

ત્યારે કાયદાઓનું મનધડત અર્થઘટન કરી ૮૫% ઓબીસી,એસસી,એસટી ગંભીર નુકશાન કરતી આવી છે ભાજપા ઓબીસી,એસટી,એસસી  એઠલા માટે નુકસાન કરી શકે છે કે ઓબીસી,એસટી,એસસી સમાજના ધારાસભ્યો,સંસદસભ્યો સુતા છે. દુખની વાત એ છે કે જે સમાજનું તેઓ પ્રતિનિધિત્વ કરે છે તે સમાજને ભાજપા સરકાર ગંભીર નુકસાન કરી રહી હોવા છતાં એક પણ ધારાસભ્ય કે સંસદસભ્ય અવાજ ઉઠાવતા નથી.અમો આ આવેદનપત્ર નાં માધ્યમથી ભાજપા સરકારને ચેતવણી આપીએ છીએ કે તમારી ઓબીસી,એસસી,એસટી વિરોધી માનસિકતા છોડી જે સમાજના મતથી તમે સરકાર બનાવો છો તેમના હક અધિકાર આપો.ખોટા અર્થઘટન કરવાની તમારી માનસિકતા છોડો અને જો હજુ  મનધડત અથઁધટનો કરવાનું ચાલુ રાખશો તો જ ઓબીસી,એસસી અને એસટી સમાજ તમને વોટ આપીને સત્તા સ્થાને બેસાડે છે તે જ લોકો તમને ધર ભેગા પણ કરી શકે છે ત્યારે આવતા દિવસોમાં આ મામલો વધુ વણસી શકે તે ચોક્કસ લાગી રહ્યું છે
Reviewed by ShankhnadNews on 20:28 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.