test
આવતીકાલે ભાવનગરમાં CAA સમર્થન રેલી પૂર્વે પોલીસનું માર્ચ.

આવતીકાલે CAA ના સમર્થનમાં યોજાશે ભવ્ય રેલી, રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા ભવ્ય રેલીનું આયોજન

૩૫,૦૦૦ કરતા વધુ લોકોની રેલી શહેરના વિવિધ માર્ગો પર નીકળશે, રેલીમાં ૨ કિમી લાંબો તિરંગો અનેરું આકર્ષણ જમાવશે, રેલી માર્ગ પર પોલીસે કર્યું માર્ચ.

દર્શન જોશી
આવતીકાલે CAA ના સમર્થનમાં રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા ભવ્ય રેલીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. શહેર અને જીલ્લાના વિવિધ હિંદુ સંગઠનો, વિવિધ એસોસિએશનો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ આમ નાગરીકો મળી કુલ ૩૫,૦૦૦ કરતા વધુ લોકોની રેલી શહેરના વિવિધ માર્ગો પર નીકળશે.

આ રેલીના માર્ગ પર આજે સાંજે ભાવનગર પોલીસે રૂટ માર્ચ કર્યું હતું. જેમાં અમરેલી એસપી,ઇન્ચાર્જ ભાવનગર એસપી,ડીવાયએસપી સહિતના જોડાયા હતા. સાથે વિશાળ સંખ્યામાં સરકારી વાહનો પણ આ રૂટ પર ફર્યા હતા. જયારે આ રેલીમાં ૨ કિમી લાંબો તિરંગો અનેરું આકર્ષણ જમાવશે.
Reviewed by ShankhnadNews on 19:54 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.