સિહોર રેસ્ટ હાઉસ પાસે કરેલા ખાડાઓનું કામ પૂર્ણ, ખાડાઓ બુરાયા
અધિકારીઓને વાત ધ્યાન આવતા તુરંત કામગીરી હાથ ધરી, ઝડપથી કામગીરીના આદેશ થયા, અને આજે ખાડાઓ બુરાયા, લોકોમાં રાહતની લાગણી
હરેશ પવાર
સિહોર શહેરના રેસ્ટ હાઉસ નજીક બન્ને બાજુઓ છેલ્લા ઘણા દિવસોથી ખાડાઓ કરી દેવાયા હતા લોકોની તકલીફ અને સમસ્યાને સમજીને શંખનાદ દ્વારા મંગળવારના દિવસે તંત્રને ટકોર રૂપી પ્રજાના હિતમાં કરેલા ખાડાઓનું કામકાજ તાકીદે પૂર્ણ કરવા એક અહેવાલ રૂપે વિન્નતી કરવામાં આવી હતી પ્રજાની મુશ્કેલી સમજીને અધિકારી નાયબ કલેકટર રાજેશ ચૌહાણ, મામલતદાર નિનામાં, ચીફ ઓફિસર બરાડે હાઇવે પર થયેલા ખાડાઓની ગંભીર નોંધ લઈ.
જેતે વિભાગ તંત્રને ખાડાઓનું કામ તાકીદે પૂર્ણ કરવા અને કરેલા ખાડાઓ તાત્કાલિક બુરવાની સૂચનાઓ મળતા બીજા દિવસ બુધવારથી ઝડપથી કામગીરી શરૂ થઈ હતી જે કામ ગઈકાલે ગુરુવારે પણ શરૂ હતું અને આજે શુક્રવારે કામને આખરી તબક્કામાં પૂર્ણ કરાયું છે કરેલા ખાડાઓ બુરી દેવાયા હતા વાહન ચાલકો સહિત પગપાળા પસાર થતા લોકોને રાહત થઈ છે ત્યારે પ્રજાલક્ષી કામ માટે દરેક અધિકારી અને તંત્ર વિભાગનો શંખનાદ આભાર વ્યક્ત કરે છે

Reviewed by ShankhnadNews
on
20:12
Rating:

No comments: