test
સિહોર નગર પાલિકાના નવનિર્મિત બિલ્ડીંગ સભાગૃહને સ્વર્ગસ્થ ભોગીભાઈ લાલાણી નામ આપો - કોંગ્રેસની રજુઆત

સભાગૃહને નામ આપી તેમનું તૈલ ચિત્ર  મુકવા કોંગ્રેસ રજુઆત કરીને આવેદન આપ્યું, સ્વર્ગસ્થ ભોગીભાઈ લાલાણી શહેરની શાન છે 

દેવરાજ બુધેલીયા
સિહોર નગરપાલિકાનું નવું કચેરી હવે ટૂંક સમયમાં કાર્યરત થશે જેના સભાગૃહને સ્વર્ગસ્થ ભોગીભાઈ લાલાણી નામ આપવા કોંગ્રેસની માંગ છે શંખનાદ કાર્યાલય પર કોંગ્રેસની આવેલી અખબાર યાદીમાં જણાવ્યું છે કે સ્વર્ગસ્થ ભોગીભાઈ લાલાણી સિહોરના મુખ્ય સેવક હતા તેમણે ભારતના સ્વાતંત્ર સેનામાં ભાગ લઈને આઝાદી અપાવવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી સાથે ભોગીભાઈ નગરપાલિકા પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે જ્યારે અંડર ગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા, દરેક વિસ્તારમાં પાણીના સ્ટેન્ડની વ્યવસ્થા કરીને સ્વર્ગસ્થ ભોગીભાઈની દીર્ઘદ્રષ્ટિનો લાભ સિહોરની જનતાને મળ્યો છે સિહોર નાગરિક બેન્ક ભોગીભાઈ લાલાણીની દેન છે નંદલાલ ભુતા હોસ્પિટલ શરૂ કરવામાં પણ સિંહ ફાળો આપ્યો છે જયાં આજે પણ સેકન્ડો દર્દીઓ લાભ લઇ રહ્યા છે ભોગીભાઇ ધારાસભ્ય પણ રહી ચુકીને વિધાનસભામાં પ્રતિનિધિત્વ પણ કર્યું છે ત્યારે રાજકારણ પોતે એક આગવી પ્રતિભા ઉભી કરીને ધારાસભ્ય પદ જતું કરીને એક આદર્શ રાજનેતાની આગવી ઓળખ ઉભી કરી હતી આવનારી પેઠીને સાચી રાજનીતિ અને લોકસેવાની સમજણ ખૂબ જરૂરી છે ત્યારે સમગ્ર સિહોરનું સંચાલન આ સભાગૃહથી થવાનું હોય આ સભાગૃહને સ્વર્ગસ્થ ભોગીભાઈ લાલાણી નામ આપવાની માંગ સાથે સિહોર શહેર કોંગ્રેસ દ્વારા આવેદન પાઠવી રજુઆત કરી છે અને સભાગૃહને સ્વર્ગસ્થ ભોગીભાઈ લાલાણી નામ આપીને તૈલ ચિત્ર મુકવાની માંગ કરી છે રજુઆત સમયે કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ વિપક્ષ નેતા કિરણભાઈ ઘેલડા સાથે કાર્યકરો જોડાયા હતા
Reviewed by ShankhnadNews on 20:17 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.