સિહોર ખાતે જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મચારીઓના પડતર પ્રશ્ને મામલે ધરણાં
સુપરવાઇઝરો અને ફિમેલ હેલ્થ વર્કરો પણ જોડાયા: માંગો પુરી ન થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી
હરેશ પવાર
સમગ્ર રાજ્ય સાથે સિહોર તાલુકાના આરોગ્ય કર્મચારીઓ પણ પડતર પ્રશ્નોની માંગને લઈ ધરણા પર બેઠા હતાં અને તેમ છતાંય કોઈ જ ઉકેલ નહિં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્યમાં આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગર અંતર્ગત આરોગ્ય વિભાગમાં કામ કરતાં અધિકારીઓ સહિત કર્મચારીઓની પડતર માંગો ઘણા સમયથી પુરી થઈ નથી જેમાં આરોગ્ય કર્મચારીઓને ટેકનીકલ પગાર ધોરણ આપવું. ફાર્માસીસ્ટ ટેકનીકલ કેડર હોય હાલના આરઆર મુજબ છઠ્ઠા પગાર પંચનો લાભ આપવો, આરોગ્ય કર્મચારીઓને ઝીરો કિલોમીટરે પી.ટી.એ. આપવું,
તાલુકા અને જિલ્લાકક્ષાએ સુપરવાઈઝરની જગ્યાઓ અપગ્રેડ કરવી, મેલેરીયા સુપરવાઈઝરની લેબ ટેકનીશ્યનને જિલ્લા મેલેરીયા અધિકારી વર્ગ-૨ તરીકે બઢતી આપવી, જિલ્લાકક્ષાનું મહેકમ મંજુર કરી ખાલી જગ્યા ભરવી, સુપરવાઈઝરની ખાલી જગ્યાઓ બઢતી આપી ભરવી,.ફિમેલ હેલ્થ વર્કરના બદલે ફિમેલ હેલ્થ આસીસ્ટન્ટ, ઈનસ્પેકટર નામાનિધાન કરવું, નર્સીંગ એલાઉન્સ, યુનિફોર્મ એલાઉન્સ, વોશીંગ એલાઉન્સ સહિતના લાભો આપવા, તાલુકાકક્ષાએ સીનીયર ફાર્માસીસ્ટ અને જિલ્લાકક્ષાએ બે સીનીયર અને એક ચીફ ફાર્માની જગ્યા ઉભી કરવી સહિતની વિવિધ માંગો પુરી ન થતાં સિહોર તાલુકા આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા સિહોર સીએચસી ખાતે ધરણા યોજી વિરોધ કરવામાં આવ્યો હતો અને આગામી દિવસોમાં તમામ માંગો પુરી કરવામાં નહિં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

Reviewed by ShankhnadNews
on
16:17
Rating:

No comments: