test
સુરીલા કંઠનો બાદશાહ રફીનો આજે જન્મ દિવસ,  સિહોર અમીન સોડા ખાતે રાત્રીના કેક કાપીને ઉજવણી

સિહોર અમીન સોડા ખાતે કેક કાપી જન્મ દીવસની ઉજવણી થશે, મિલન કુવાડિયા સહિત આગેવાનો જોડાશે, રફીનાં ગીતો આજે લાખ્ખો ચાહકોનાં દિલોદિમાગ પર છવાયેલા છે, 

સલીમ બરફવાળા
લોકનેતા મિલન કુવાડિયાના હસ્તે કેક કાપીને જન્મ દિવસની ઉજવણી, અહીં સિહોરના મુકેશ જાનીને પણ યાદ કરવા પડે

સિહોરના અમીન સોડા ખાતે આજે રાત્રીના મહાન ગાયક રફીના જન્મ દિવસની ઉજવણી થવાની છે જેમાં યુવા લોકનેતા મિલન કુવાડિયા કેક કાપીને આગેવાનોની હાજરીમાં જન્મ દિવસની ઉજવણી કરાશે અમીન સોડા વાળા મમુભાઈ રફીના ચાહક રહ્યા છે તેમના જન્મ દિવસ અને મરણ દિવસે શ્રદ્ધાંજલિ રૂપે ઉજવણી કરતા હોય છે ખાસ કરીને અહીં સિહોરના રફી મુકેશ જાનીને પણ યાદ કરવા પડે એટલે માટે કે મુકેશ જાની વોઇસ ઓફ  રફી તરીકે ઓળખાય છે અને જેમણે અનેક સ્ટેજ કાર્યક્રમો પણ રફીના સુરીલા કંઠે કરેલા છે આમતો મોહમ્મદ રફીના જન્મ દિવસે ચાહકોએ તેમને યાદ કરતા હોઈ છે અને તેમને શ્રદ્ધાંજલિ પણ આપે છે તેમના જન્મ દિવસની કેક કાપીને ઉજવણી પણ ચાહકો દ્વારા કરવામાં આવી આવતી હોઈ છે ત્યારે આજે રાત્રીના રફીના જન્મ દિવસની ઉજવણી સિહોરના અમીન સોડા ખાતે કરવામાં આવશે જેમાં સિહોરના યુવા લોકનેતા અને શંખનાદ સંચાલક મિલન કુવાડિયા ખાસ ઉપસ્થિત રહેવાના છે હિન્દી ફિલ્મ સંગીતમાં મોહમ્મદ રફીના યોગદાન અને મહત્વ અંગે માહિતી આપવાની કોઇ જરૂર નથી. સંગીત જગતમાં રફીનું નામ ખુબ ગર્વ સાથે લેવામાં આવે છે. ચોક્કસપણે રફી આજે આપડી વચ્ચે નથી પરંતુ તેમનો અમર અવાજ તેમની હમેંશા યાદ અપાવતી રહેશે. રફીનો અવાજ માત્ર અવાજ ન હતો બલ્કે એક જાદુ હતો. જે ચાહકોના દિલોદિમાગ પર આજે પણ છવાયેલો છે. રફીએ દરેક ગીતો ખૂબ કુશળ રીતે ગાવ્યા છે. તેમના દરેક ગીતનો એક અલગ અંદાજ છે. આજે પણ કેટલાક જોશીલા અંદાજ દર્દભર્યા ગીતોને લાખ્ખો ચાહકો આજે પણ સન્માન આપે છે
Reviewed by ShankhnadNews on 16:25 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.