test
નટુભાઈ ત્રિવેદીની માનવતા આપને દંગ રાખી દેશે, સિહોરના ભિક્ષુક જીવન વિતાવતા વ્યક્તિને નવડાવી ધોવડાવી સ્વચ્છ કર્યા

દેવરાજ બુધેલીયા
કોરોના વાયરસના ચેપને ફેલાવાથી રોકવા માટે સમગ્ર દેશમાં ૧૪ એપ્રિલ સુધી લોકડાઉન આપવામાં આવ્યું છે. આ નિર્ણયના કારણે લોકો પોતાના ઘરમાં કેદ છે. જેથી કોરોનાનું સંક્રમણ રોકી શકાય.આવામાં ગરીબ વર્ગના અને ભિક્ષાવૃત્તિ સાથે સાંકળયેલા લોકો પર આભ તૂટી પડ્યું છે અને તે ખાવા માટે વલખા મારી રહ્યા છે.સેવાકીય સંસ્થાઓ અને પોલીસતંત્ર જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બની રહી છે ત્યારે સિહોરના નટુભાઈ ત્રિવેદીની માણસાઈ અને દરિયાદિલી કોરોનામાં પ્રશંસા પાત્ર બની રહી છે. સિહોરની ફૂટપાથ પર પડી રહેલ વ્યક્તિઓને અને ભિક્ષુક જીવન જીવતા માનસિક રીતે દિવ્યાંગ વ્યક્તિને નવડાવીને સરાહનીય કામગીરી નટુભાઈ કરી રહ્યા છે લોકડાઉનમાં તમામ બજારો દુકાનો બંધ રહેતા ફૂટપાથ પર રહેતા ભિક્ષુકોની હાલત કફોડી બનવાની સાથે ભૂખ્યો-તરસ્યા પડી રહ્યા હોવાનું જોવા મળતા સિહોરના સેવાભાવી નટુભાઈ ત્રિવેદી દ્વારા આવી માનસિક રીતે દિવ્યાંગ વ્યક્તિને નવડાવી સ્વસ્થ કરી તેના વાળ-દાઢી કરાવી જુના અને ગંદા થઈ ગયેલા કપડાં કાઢી નવાં કપડાં પહેરાવીને સેવાકીય અભિગમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.ભિક્ષુક વૃત્તિ કરતા લોકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી હાલ માનસિક અસ્વસ્થ હોવાથી તેની સાથે માનવીય અભિગમ દાખવી નટુભાઈએ માનવતા દાખવી છે
Reviewed by ShankhnadNews on 20:50 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.