સિહોરના અનેક ગરીબ પરિવારોને શુ કાલથી ભૂખ્યા ટળવળવુ પડશે ?
સિહોરમાં ચાલતા મુખ્ય રસોડા બંધ કરી દેવાની વાતથી શહેરમાં ચિંતાનો માહોલ
દેવરાજ બુધેલીયા
આવતીકાલથી ત્રીજું ચૌદ દિવસનું લોકડાઉન શરૂ થવા જઈ રહ્યું છે. રાજ્યભરમાં જ્યાં રેડઝોન છે ત્યાં હતી તેવી જ કડકાઈ રાખવામાં આવશે. ત્યારે જરૂરિયાત મંદો ને અને ગરીબ પરિવારોને અનેક સંસ્થાઓ રસોડા શરૂ કરીને જમાડી રહી છે. સિહોરમાં પણ અનેક મોટા રસોડા સતત ચાલીસ દીવસથી અવિરત થાક્યા વગર શરૂ હતા અને ગરીબોના ઘરે જમવાનું પહોંચાડતા હતા. ત્યારે આજે કેમ જાણે અચાનક જ શહેરમાં ચાલી રહેલા મોટાભાગના રસોડાઓ બંધ થવાની વાત સંભળાતા શહેરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે સાથે જ લોકોના મનમાં અનેક પ્રશ્નો પણ ઉભા થઇ ગયા હતા કે શા માટે આટલા દિવસોથી ચાલી રહેલા મોટા રસોડાઓ ને બંધ કરવાનો વારો આવ્યો . કારણ કે સિહોરમાં અનેક ભામાશાઓ છે જે આવા રસોડામાં આધાર સ્થંભ બનીને ઉભા રહી જાય તેવા છે. ત્યારે આજે સામે આવેલી વાતથી શુ લાગે છે કે હવે કાલનો સવારનો સૂરજ ગરીબો માટે શું અન્ન લઈને નહિ ઉગે ? શહેરના ગરીબો જેને આજ સુધી જમવાનું મળતું હતું હવે એ લોકોએ જમવા માટે સરકાર વ્યવસ્થા કરશે કે પછી ગરીબોએ જ ફરી બહાર નીકળવું પડશે. આવા અનેક પ્રશ્નો સિહોરની બજારમાં ગરમીનો પારો ઉંચો લઈ જઈ રહ્યા છે.

No comments: