સિહોર મુખ્ય બજારના વેપારીઓની પ્રસાશન સાથે બેઠક મળી
કલેકટર ના જાહેરનામાના પાલન અંગે વેપારીઓને જાગૃત કરાયા
દેવરાજ બુધેલીયા
સિહોર ભાવનગર સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. સિહોરમાં પણ કોરોના પોઝિટિવ કેસો મળી આવેલ છે. જેને લઈને સિહોરના જલુના ચોક વિસ્તારને સિલ કરવામાં આવ્યો છે. લોકડાઉન પાલન અંગે કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કોરોના સામે રક્ષણ મેળવવા માટેની ગાઈડલાઈન અને સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન કરવા અંગે કહેવામાં આવ્યું છે. સિહોરની મુખ્ય બજારમાં સવારે વેપારીઓ દ્વારા સોશ્યલ ડિસ્ટન્સના જાહેરમાં ધજીયા ઉડાડતા દ્રશ્યો સામે આવે છે. તંત્ર પેટ્રોલિંગ માં આવે એટલા સમય પૂરતું નિયમોનું પાલન થાય છે. જેને લઈને આજે સિહોર પોલીસ મથકમાં વેપારીઓ સાથે કલેકટરના જાહેરનામા બાબતે જાગૃત કરી માર્ગદર્શન આપવા પ્રશાશન એ બેઠક બોલાવી હતી. અહીં બેઠકમાં પી.આઈ ગોહિલ અને ચીફ ઓફિસર બિં.આર.બરાળ અને નગરપાલિકા સ્ટાફ ના લોકો હાજર રહ્યા હતા તમામને સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવા સમજણ આપવામાં આવી હતી માસ્ક સોશ્યલ ડિસ્ટન્સ સેનિતાઇઝર સહિત તકેદારી લેવા વેપારીઓને તંત્ર દ્વારા બેઠકમાં અનુરોધ કરાયો હતો

Reviewed by ShankhnadNews
on
20:16
Rating:

No comments: