સિહોર મગલાણાના મહિલા તલાટી મંત્રી સંગીતાબહેન પરબતાણીની ફરજનિષ્ઠા ને સો સો સલામ
મહિલા તલાટી મંત્રીનો વાહન અકસ્માત થયો માથાના ભાગે ઇજા થઇ આરામ કરવાના બદલે સંગીતા બહેન ફરજ પર હાજર થઈ ગયા
બ્રિજેશ ગૌસ્વામી
કોરોના મહામારીમાં હાલ કોઈ પણ સરકારી કર્મચારી ફરજ પરથી રજા મેળવી શકે તેમ નથી. એક તરફ કોરોનાના કેસોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે સરકારી વિભાગના તમામ કોરોના મહામારીમાં કામ કરી રહેલા કર્મચારીઓ રાત દિવસ કામ કરી રહ્યા છે. ત્યારે આવા મહામારીમાં સિહોરના મગલાણા અને મોટા નવાગામના મહિલા તલાટી મંત્રી સંગીતાબહેન પરબતાણી જેઓ ભાવનગર થી ઉપડાઉન કરે છે જેમનું દસ બાર દિવસ પહેલા સ્કૂટર ઉપર અકસ્માત થઈ જતા મોઢાના ભાગે ઉપર ઇજા પહોંચી હતી. મોઢાના ભાગ ઉપર એક સર્જરી કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં પણ તેઓ સાત આઠ દિવસમાં આરામ કરીને તરત જ પોતાની ફરજ ઉપર આવી ગયા હતાં. આવા મહામારીના સમયમાં આરામ કરવાના બદલે પોતાની ફરજ પ્રત્યેની ફરજ ને વધુ મહત્વ આપી તેઓ પોતાની નોકરી પર ફરી જોડાઈ ગયા હતા. આવા સરકારી કર્મચારીઓ ની નિષ્ઠા ને ખરેખર સો સો સલામ છે.

Reviewed by ShankhnadNews
on
20:19
Rating:

No comments: