વતન ભણી પકડી વાટ...
પૈસા ખૂટયા, મધ્યપ્રદેશ અને રાજકોટ જવા શ્રમિકો અને પરપ્રાંતિયોએ પગપાળા વતનની વાટ પકડી
સિહોરના નગરસેવક રજાક સોલંકી અને ટિમ દ્વારા પગપાળા નીકળેલા લોકો માટે જમવાની વ્યવસ્થાઓ કરવામાં આવી
હરેશ પવાર - બ્રિજેશ ગૌસ્વામી
એક બાજુ દેશમાં કોરોનાનો કેર છે તો બીજી બાજુ લોકડાઉનના કારણે સામાન્ય લોકોને ભારે મુશ્કેલીનો સામાનો કરવાનો વારો આવ્યો છે. ખાસ કરીને જે લોકો પોતાના ઘરથી દૂર છે તેમને વધારે મુશ્કેલી પડી રહી છે. આવા લોકો કોઇ પણ રીતે પોતાના વતન જવા માંગે છે. એવા કેટલાક લોકો પાલીતાણા થી મધ્યપ્રદેશ જવા નીકળ્યા છે અને સિહોર થી રાજકોટ તરફ પગપાળા જવા નીકળ્યા છે લોકડાઉનના કારણે પરપ્રાંતિયો અને શ્રમિકોને ભુખે મરવાનો વારો આવ્યો છે. પૈસાઓ હવે ખૂટયા છે સહન થાય તેવી સ્થિતિ રહી નથી વતન પોહચવા માટે ભીષણ ગરમીમાં પણ પગપાળા જવાનો સહારો લીધો છે સિહોરથી નીકળેલા પરપ્રાંતિય લોકોએ કહ્યું કે લોકડાઉનના કારણે ભુખે મરવાનો વારો આવતા તેમણે વતન પરત જવાનું વિચાર્યુ છે પૈસા છે નહીં પગપાળા જવા સિવાય વિકલ્પો નથી ત્યારે કોરોના વાયરસને લીધે અનેક પરપ્રાંતિયો વિવિધ જગ્યાએ અટવાયેલા છે અને એવામાં ભારત સરકારે લોકડાઉન વધારી દીધુ છે ત્યારે સિહોરના હાઇવે પર પરપ્રાંતિયો લોકો પોતાના ઘરે પગપાળા જતા જોવા મળે છે જ્યારે સિહોરના નગરસેવક રજાક સોલંકી અને ટિમ દ્વારા પગપાળા નીકળેલા લોકો માટે જમવાની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.

Reviewed by ShankhnadNews
on
20:21
Rating:

No comments: