સિહોરના ભાખલ ગામેથી મનરેગા હેઠળ ડેમના કામોના શ્રી ગણેશ
દેવરાજ બુધેલીયા
લોકડાઉનના ચાલીસ દિવસના લાંબા સમયગાળા બાદ અમુક ધંધાઓ અને ઓફિસો શરતો સાથે શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ ચોમાસાને લઈને મનરેગા યોજનાઓને લીલી ઝંડી આપીને કામો શરૂ કરી દેવામાં આવ્યા છે. ત્યારે આજરોજ ભાખલ ગામે મનરેગા યોજના અંતર્ગત મોટાડેમ નું કામ શરૂ કરતા તાલુકા પંચાયત સભ્ય શ્રી ભોજરાજસિહ ગોહિલ(ટાણા), ભાખલ ગ્રામ પંચાયત ના સરપંચશ્રી દિલીપસિહ ગોહિલ અને સિહોર તાલુકા કોગ્રેસ મહામંત્રી શ્રી ઋતુરાજસિહ ગોહિલ (ટાણા) જેઓના હાથે ખાત મૂહૂર્ત કરવામાં આવ્યું આ કામ શરૂ કરતા ગ્રામજનો દ્વારા સમગ્ર ટીમ નો આભાર વ્યક્ત કર્યો અને આ કામ ને આવકારવામાં આવેલ તેમજ મનરેગા શાખા સિહોર ના કર્મચારી અને ટાણા પીએચસી સેન્ટર માંથી આરોગ્ય ટીમે આજરોજ મુલાકાત લીધી હતી કોરોના લોકડાઉન ના સમયે કામ ધંધા બંધ હોવાથી સ્થાનિક કક્ષાએ વેતન મળે તેવું મજૂરી કામ લોકોને આશીર્વાદ રૂપ લાગી રહ્યું છે મનરેગા મજૂરોને વેતન તેમના બેન્ક ખાતામાં જમા આપવામાં આવતા વચેટિયાનું દૂષણ અટક્યું છે. મનરેગા સાઈટ ઉપર મજૂર માટે મેડિકલ ચેકઅપ ટીમ હાજર રહી હતી અને દરેક મજૂરની તબિયત તપાસી આપવામાં આવી હતી. તેમજ માસ્ક તથા સેનિટાઈઝરનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું

Reviewed by ShankhnadNews
on
20:25
Rating:

No comments: