test
મનસુખ માંડવીયા સિહોર નજીકના પાલીતાણાથી આવે છે

ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની કોઈ શક્યતા જ ન હોવાની કેન્દ્રીય મંત્રી માંડવિયાએ ટ્વિટ કર્યું

ગઈકાલે ગુજરાતમાં મુખ્યમંત્રી રૂપાણીના બદલાવની અફવાથી વાતાવરણ સાથે રાજકારણ ગરમાયું હતું

મિલન કુવાડિયા
કોરોના વાઈરસના ચેપને ફેલાતો અટકાવવામાં લૉકડાઉન વચ્ચેય ગુજરાત સરકાર નિષ્ફળ ગઈ હોવાથી નારાજ થયેલી કેન્દ્ર સરકારે ગુજરાતના મુખ્યમંત્રીને બદલવાનો નિર્ણય કર્યો હોવાની એકાએક જોર પકડી ગયેલી અફવાને કેન્દ્રના શિપિંગ મિનિસ્ટર મનસુખ માંડવિયાએ સ્પષ્ટ રદિયો આપ્યો હતો. મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે કોરોનાના સતત વધી રહેલા વ્યાપને અંકુશમાં લેવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી મક્કમ લડત કરી રહ્યા છે ત્યારે નેતૃત્વ પરિવર્તનની વાતો વહેતી કરવી ઉચિત નથી. ગુજરાતના હિતોને નુકસાન કરાવવાનું આ કૃત્ય છે. વેબ પોર્ટલ પર આ અહેવાલ વહેતા કરવામાં આવ્યા ત્યારબાદ આ અંગે સોશિયલ મિડીયામાં ચર્ચાએ ખાસ્સું જોર પકડયું હતું. કેન્દ્રિય મંત્રીએ જણાવ્યું હતું કે આ અગાઉ પણ આ જ પ્રકારે મુખ્યમંત્રીના બદલાવા અંગેની અફવાઓ ભૂતકાળમાં ફેલાવવામાં આવી હતી. આ અફવાઓ અગાઉ પણ ખોટી જ હોવાનું સાબિત થઈ ચૂક્યું છે. કોરોનાનો વ્યાપ વધવાના કિસ્સામાં ગુજરાતની નબળી કામગીરીને કારણે દેશમાં કોરોનાના કેસની બાબતમાં મહારાષ્ટ્ર પછીના બીજા ક્રમે ગુજરાત આવી ગયું છે. તેનાથી કેન્દ્રની નેતાગીરીની નારાજગી વધી છે. આ વાતને આગળ કરીને કેટલાક શાસક વિરોધી પરિબળો આ અફવાઓને ફેલાવવાનું કામ કરી રહ્યા છે.
તેમણે જણાવ્યુંહતુંકે વિજય રૂપાણી સતત પ્રધાનંત્રી કાર્યાલયના સંપર્કમાં છે અને ગુજરાતમાં કોરોના વાઈરસને કારણે નિર્માણ થઈ રહેલી પરિસ્થિતિથી સતત માહિતગાર કરી રહ્યા છે. કેન્દ્રિય મંત્રી મંડળને ગુજરાત તરફથી સતત આપવામાં આવતી માહિતીથી તેઓ સંતુષ્ટ છે. ઉલ્લેખનીય છે મનસુખ માંડવિયા સિહોર નજીકના પાલીતાણાથી આવે છે ને જેઓ કેન્દ્રીય મંત્રી છે
Reviewed by ShankhnadNews on 20:33 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.