test
લાંબા દિવસો બાદ સિહોરના હાઇવે ઉપર ધમધમાટ દેખાયો 

સુરતી લાલાઓ સિહોર સહિતના પંથકમાં આવી પહોંચ્યા

હરેશ પવાર
લોકડાઉનના એક લાંબા ગાળા બાદ સુના બની ગયેલા હાઇવે ઉપર આજે કઈક નવો ધમધમાટ દેખાયો હતો. સિહોર અને ભાવનગર જિલ્લાના હાઇવે ઉપર જીજે ૫ દેખાવા લાગી હતી. જાણે દિવાળી ના દિવસોમાં સુરતી લાલાઓ દેખાઈ આવે સૌરાષ્ટ્રમાં તેમ હાઇવે ઉપર આજે ભરચક દેખાઈ હતી.લોકડાઉન ના ત્રીજા તબક્કામાં રાજ્ય સરકાર દ્વારા સુરતમાં રહેતા સૌરાષ્ટ્ર વાસીઓને પોતાના ગામડે જવા માટે કાર્યવાહી કરાવી ને જવાની પરવાનગી આપી દેતા આજે સિહોર સહીત આસપાસના ગામડાઓમાં અને સમગ્ર જિલ્લામાં આશરે ૧૫૦ થી વધુ બસો દ્વારા સુરતવાસીઓ વહેલી સવારે આવી પહોંચ્યા હતા. સિહોરના પીપરડી ગામે આજે વહેલી સવારે ૬ સરકારી બસો દ્વારા ગ્રામજનો આવી પહોંચ્યા હતા. સુરતથી આવેલા તમામ લોકોનું સણોસરા પીએચસી સેન્ટર દ્વારા આરોગ્ય ચકાસણી કરીને તમામ લોકોની નોંધણી કરવામાં આવી હતી. આરોગ્ય અંગેની સૂચનાઓ આપીને તમામ લોકોને હોમકોર્નટાઇન કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી. સોનગઢ પોલીસ સ્ટાફ દ્વારા વ્યવસ્થા જાળવવા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પીપરડી ગામના સરપંચ અને તલાટી મંત્રી દ્વારા સુરતથી આવેલા તમામ લોકોને કોરોના વાયરસને લગતી સરકાર દ્વારા જાહેર કરાયેલ ગાઈડલાઈનનું પાલન કરવાં માટે સૂચનાઓ આપવામાં આવી હતી.
Reviewed by ShankhnadNews on 20:37 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.